- ગત વર્ષે પણ ફટાકડા ફેકટરીઓમાં વિસ્ફોટની ઘટના આવી હતી સામે
- કારખાનાઓમાં કામ કરતા મજૂરોની ચિંતા સરકારને સતાવી રહી છે
- સરકાર કંપની સામે પગલાં લેશે તેવો દાવો કર્યો છે
થાઈલેન્ડમાં એક ફટાકડાની ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટ થવાથી 23 લોકોનાં મોત થયા છે. આ વિસ્ફોટ રાજધાની બેંગકોકથી આશરે 60 કિલોમીટર દૂર સુફાનબુરી પ્રાંતમાં થયો હતો. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે રૅસ્કયૂ કરતા જવાનોનું કહેવું છે કે કોઈપણ માનવ જીવિત નહોતું બચી શક્યું. સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા પોસ્ટ કરાયા છે. જેમાં ઘટના દરમિયાન ખાલી પડેલા અનાજના ખેતરોમાં ધૂમાડો ઉડતો નજરે પડી રહ્યો હતો.
મળતી માહિતી અનુસાર પોલીસ હાલ સમગ્ર મામલાની તપાસ ચલાવી રહી છે. તપાસ દરમ્યાન પોલીસને જણાવ્યું મળ્યું કે નવેમ્બર-2022માં પણ કારખાનામાં વિસ્ફોટ થયો હતો અને અનેકના મોત થયા હતા. ઓગસ્ટ-2023માં નારાથિવાટ પ્રાંતમાં ફટાકડા ગોડાઉનમાં મોટો વિસ્ફોટ થયો હતો જેમાં કુલ 10 લોકોનાં મોત થયા હતા. આશરે 100 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.













