• ઈટાલીના ફ્લોરેન્સમાં ધરતી ધ્રૂજી
  • 4.8ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ
  • ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ
ઈટાલીમાં ભૂકંપના આંચકા ઈટાલીમાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 નોંધાઇ છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીઓફિઝિક્સ એન્ડ વોલ્કેનોલોજીના જણાવ્યા મુજબ ભૂકંપના આચકાનું કેન્દ્ર બિંદૂ ફ્લોરેન્સના ઉત્તરપૂર્વમાં મરાડીમાં નોંધાયું છે. જોકો હાલ કોઈ જાનહાનિ કે નુકસાની થઇ નથી.

સોમવારે ઇટાલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂસ્તરશાસ્ત્રીઓ અને અગ્નિશામકોએ જણાવ્યું હતું કે સોમવારે વહેલી સવારે ટસ્કનીના ભાગોમાં 4.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કોઈ નુકસાન અથવા ઈજાઓ થઇ નથી. ઇટાલીની ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીઓફિઝિક્સ એન્ડ વોલ્કેનોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ફ્લોરેન્સના ઉત્તરપૂર્વમાં મરાડી નજીક હતું અને ભૂકંપ સવારે 5.10 વાગ્યે ત્રાટક્યું હતું. બાદમાં વધુ કેટલાક નાના આંચકા અનુભવાયા હતા. ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. 
ઇટાલીની ફાયર રેસ્ક્યુ ટીમે જણાવ્યું હતું કે તેમને ચિંતિત રહેવાસીઓ તરફથી કેટલાક કોલ મળ્યા હતા પરંતુ હજુ સુધી નુકસાન અથવા ઇજાના કોઈ અહેવાલ નથી.
એજન્સીએ નોંધ્યું છે કે આ વિસ્તારને ભૂકંપ માટે ઉચ્ચ જોખમ માનવામાં આવે છે. આ વિસ્તાર ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. 1919માં આવેલો મુગેલો ભૂકંપ 20મી સદીમાં ઈટાલીમાં ગભરાટ ફેલાવનાર સૌથી ભયાનક ભૂકંપ હતો. ભૂકંપ પછી તેમને કેટલાક સ્થાનિક લોકો તરફથી ફોન આવ્યા હતા, પરંતુ હજુ સુધી કોઈ જાનહાનિ કે નુકસાન થયાના કોઇ સમાચાર સામે આવ્યા નથી.
  • Follow us on: