• અમેરિકામાં ફરી એકવાર ખુલ્લેઆમ ફાયરિંગનો મામલો સામે આવ્યો
  • શંકાસ્પદ વ્યક્તિએ 4 લોકો પર ગોળીબાર કરતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત
  • પોલીસે ફાયરિંગ કેસમાં એક આરોપીની ધરપકડ કરી અને અન્યની શોધખોળ ચાલુ

અમેરિકામાં ફરી એકવાર ખુલ્લેઆમ ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. અહીં ટેક્સાસના અલ પાસોમાં એક બંદૂકધારી શોપિંગ મોલમાં ઘૂસી ગયો હતો અને તેને 4 લોકો પર ગોળીબાર કર્યો હતો. જેમાંથી એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે જ્યારે અન્ય 3 ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. આ સિવાય અન્ય સંભવિત શંકાસ્પદની શોધ ચાલી રહી છે.

પોલીસે જણાવ્યું હતું કે, એક વ્યક્તિને કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે પરંતુ આ ઘટનામાં વધુ એક વ્યક્તિ સંડોવાયેલ હોવાની આશંકા છે અને તેની શોધખોળ ચાલુ છે. અલ પાસો પોલીસે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, હુમલો સિએલો વિસ્ટા મોલના ફૂડ કોર્ટમાં થયો હતો. તેમણે લોકોને મોલથી દૂર રહેવા માટે એલર્ટ જાહેર કર્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે, આ મોલ વોલમાર્ટની ખૂબ નજીક છે જ્યાં 2019ની ગોળીબારની ઘટનામાં 23 લોકો માર્યા ગયા હતા અને બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા.


ઘટનાના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, તેણે મોલમાં અચાનક ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. ત્યાર બાદ કેટલાય લોકોને બહાર દોડતા જોયા. તેણે કહ્યું હતું કે, તે પોતાની કાર સુરક્ષિત રીતે પહોંચવામાં સફળ રહ્યો.

ફાયરિંગ કેસમાં ધરપકડ

અહેવાલ મુજબ ફાયરિંગની ઘટનાનું કારણ સ્પષ્ટ થયું નથી. પોલીસે આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. પોલીસે ફાયરિંગ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક શંકાસ્પદને શોધી રહી છે.
\
  • Follow us on: