- ભૂકંપની તીવ્રતા ખૂબ હોવાથી લોકો ડરના માર્યા દોડી ગયા
- વર્ષની શરૂઆતથી જ ભૂકંપે ઘણા દેશોની ધરતી ધ્રુજાવી દીધી છે
- ભૂકંપનું કેન્દ્રબિંદુ 65 કિલોમીટર ઊંડાઈએ હતું
ઈન્ડોનેશિયાની નજીક પેસિફિક મહાસાગરમાં સ્થિત ટાપુવાળો દેશ પાપુઆ ન્યુ ગિનીમાં રવિવારે વહેલી સવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જેના લીધે લોકો રીતસરના ઘરની બહાર દોડી ગયા હતા. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ)અનુસાર, ભૂકંપની તીવ્રતા 6.7 હતી. જે ઉત્તરી પાપુઆ ન્યૂ ગિનીના દૂરના વિસ્તારમાં અનુભવાઈ હતી.
ભૂકંપનું કેન્દ્ર 65 કિમી (40 માઈલ)ની ઊંડાઈએ હતું. યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર એમ્બુટીના નાના ટાઉનશીપથી 32 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં હતું. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાના હવામાન બ્યૂરોએ કહ્યું છે કે ભૂકંપના કારણે ઓસ્ટ્રેલિયામાં સુનામીનો કોઈ ખતરો નથી.
સુનામીનો કોઈ ખતરો નથી
GFZએ વધુમાં જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર 65 km(40 mi)ની ઊંડાઈએ હતું. યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર એમ્બુંટીના નાના ટાઉનશીપથી 32 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં હતું. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાના હવામાનશાસ્ત્ર બ્યૂરોએ કહ્યું છે કે ભૂકંપના કારણે ઓસ્ટ્રેલિયામાં સુનામીનો કોઈ ખતરો નથી.
ભૂકંપ શા માટે થાય છે?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટો સૌથી વધુ અથડાય છે તેને ફોલ્ટ લાઇન ઝોન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણા વળાંક આવે છે. જ્યારે દબાણ ખૂબ વધી જાય છે, ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. તેમના તૂટવાથી અંદર રહેલી ઉર્જા બહાર આવવાનો રસ્તો શોધી લે છે. આ વિક્ષેપ પછી ભૂકંપ આવે છે.
કયો ભૂકંપ ખતરનાક છે?
ભૂકંપની મહત્તમ તીવ્રતા હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. જો કે, રિક્ટર સ્કેલ પર 7.0 કે તેથી વધુની તીવ્રતા ધરાવતો ભૂકંપ સામાન્યથી ખતરનાક માનવામાં આવે છે. આ સ્કેલ પર, 2 કે તેથી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને સૂક્ષ્મ ભૂકંપ કહેવામાં આવે છે જે મોટે ભાગે અનુભવાતા નથી. 4.5ની તીવ્રતાનો ભૂકંપ ઘરોને નુકસાન પહોંચાડી શકે છે