બાંગ્લાદેશમાં અવામી લીગ સરકારના પતન બાદ આવતા મહિને ડિસેમ્બરમાં રાજધાની ઢાકામાં ઉચ્ચ સ્તરીય બાંગ્લાદેશ-ભારત સમિટ યોજાવા જઈ રહી છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલા તણાવ બાદ બંને દેશો વચ્ચે આ પ્રથમ ઉચ્ચ સ્તરીય સત્તાવાર બેઠક હશે. આ બેઠકનું નેતૃત્વ બાંગ્લાદેશના વિદેશ સચિવ જશીમ ઉદ્દીન અને ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી કરશે. આ બેઠકમાં હાલની સમજૂતીઓના વિકાસ અને અગાઉની બેઠકોમાં લીધેલા નિર્ણયો અંગે ચર્ચા કરવામાં આવશે.
બાંગ્લાદેશમાં અવામી લીગ સરકારના પતન બાદ આવતા મહિને ડિસેમ્બરમાં રાજધાની ઢાકામાં બાંગ્લાદેશ-ભારતની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવા જઈ રહી છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલા તણાવ બાદ બંને દેશો વચ્ચે આ પ્રથમ ઉચ્ચ સ્તરીય સત્તાવાર બેઠક હશે. બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ આ બેઠક ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માહિતી આપતાં વિદેશ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે આ બેઠકનું નેતૃત્વ બાંગ્લાદેશના વિદેશ સચિવ જશીમ ઉદ્દીન અને ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી કરશે. અધિકારીના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશનું વિદેશ મંત્રાલય આ બેઠક માટે જરૂરી એજન્ડા તૈયાર કરી રહ્યું છે અને 20 નવેમ્બર, બુધવારના રોજ વિદેશ મંત્રાલયમાં આ સંબંધમાં એક તૈયારી બેઠકનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં, વર્તમાન કરારોના વિકાસ અને અગાઉની બેઠકોમાં લીધેલા નિર્ણયોની ચર્ચા કરવામાં આવશે.













