• પશ્ચિમ કાંઠે છેલ્લા 24 કલાકમાં 8 પેલેસ્ટાઈનના મોત 
  • ઉત્તરી ગાઝામાં સિનિયર કમાન્ડર અહેમદ અલ-ગંદૌર ઠાર
  • યુદ્ધમાં અત્યાર સુધીમાં 14,854 લોકોના મોત નીપજ્યા

ગાઝા પટ્ટીમાં ચાર દિવસીય યુદ્ધવિરામ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 26 ઈઝરાયેલી નાગરિકો અને 78 પેલેસ્ટાઈનીઓને મુક્ત કરવામાં આવ્યા છે. દરમિયાન, રવિવારે હમાસે દાવો કર્યો હતો કે ઉત્તરી ગાઝાના પ્રભારી વરિષ્ઠ કમાન્ડર અહેમદ અલ-ગંદૌર યુદ્ધમાં માર્યા ગયા હતા.

પશ્ચિમ કાંઠે છેલ્લા 24 કલાકમાં 8 પેલેસ્ટાઈનના મોત 

બીજી તરફ પશ્ચિમ કાંઠે હમાસ વિરુદ્ધ ઇઝરાયલી સૈનિકોની કાર્યવાહી ચાલુ છે. પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓએ રવિવારે અહેવાલ આપ્યો હતો કે પશ્ચિમ કાંઠે ઇઝરાયેલી સૈનિકોએ છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા આઠ પેલેસ્ટિનિયનોની હત્યા કરી છે.

ઉત્તરી ગાઝામાં સિનિયર કમાન્ડર અહેમદ અલ-ગંદૌર ઠાર

તમને જણાવી દઈએ કે શનિવારે પેલેસ્ટાઈનના પશ્ચિમ કાંઠે બે ઈઝરાયેલના જાસૂસો ઝડપાયા હતા. બંને રેફ્યુજી કેમ્પમાં રહેતા હતા. બંનેને ગોળી મારી દેવામાં આવી હતી. આ પછી, તેમના મૃતદેહને ગલીઓમાં ખેંચવામાં આવ્યા અને પછી તેમના બંને મૃતદેહોને ઇલેક્ટ્રિક થાંભલા પર લટકાવી દેવામાં આવ્યા. આ કેસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

યુદ્ધના કારણે 14 હજારથી વધુ લોકોના મોત

સ્વાસ્થ્ય મંત્રાલયે વધુમાં જણાવ્યું કે 48 દિવસના યુદ્ધમાં 14,854 લોકો માર્યા ગયા છે. માર્યા ગયેલા લોકોમાં 5,850 બાળકો હતા. જ્યારે પશ્ચિમ કાંઠેથી કાર્યરત પેલેસ્ટિનિયન ઓથોરિટીએ 12,700 લોકોના મોતની જાણ કરી છે.

  • Follow us on: