- તાઈવાનના ઉત્તર-પૂર્વમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા
- ભૂકંપના કારણે તાઈવાનમાં ઈમારતો હલી ગઈ
- હજુ સુધી કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાન માહિતી નથી
તાઈવાનના ઉત્તર-પૂર્વમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી છે. ભૂકંપના કારણે તાઈવાનમાં ઈમારતો હલી ગઈ છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) એ જણાવ્યું હતું કે ભૂકંપની ઊંડાઈ 171 કિમી (106.25 માઇલ) હતી. ભૂકંપના ડરથી લોકો ઘરની બહાર નીકળી ગયા છે. હજુ સુધી કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી.
મળતી માહિતી મુજબ, તાઈવાનના ઉત્તર-પૂર્વમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વેધર બ્યુરોના જણાવ્યા અનુસાર રાજધાની તાઈપેઈમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. વેધર બ્યુરોના જણાવ્યા અનુસાર, ભૂકંપના જોરદાર આંચકાને કારણે રાજધાની તાઈપેઈમાં થોડીવાર માટે ઈમારતો ધ્રૂજતી જોવા મળી હતી, જોકે હજુ સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી. અગાઉ તાઈવાનમાં 21 માર્ચે પૂર્વ કિનારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. તે સમયે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી.










