• યુદ્ધની સ્થિતિને લઇ અમેરિકાના નાગરિકો માટે એડવાઈઝરી કરી જાહેર
  • વિશ્વના અલગ-અલગ દેશોમાં વધી રહેલા ઘર્ષણ અને આતંકી હુમલાઓને લઇ સૂચના
  • તણાવ-આતંકવાદી હુમલાઓ વાળા પ્રદેશોમાં પ્રવાસ ટાળવા લોકોને અપીલ

US સ્ટેટ ડિપાર્ટમેન્ટે વિશ્વના અલગ-અલગ ભાગોમાં ચાલી રહેલા તણાવને લઈને પોતાના નાગરિકોને એડવાઈઝરી જારી કરી છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, “વિશ્વના વિવિધ પ્રદેશોમાં વધી રહેલા તણાવ અને આતંકવાદી હુમલાઓને ધ્યાનમાં રાખીને નાગરિકોને યાત્રા ટાળવાની સલાહ આપવામાં આવે છે. 

દેશ વિદેશમાં રહેતા અમેરિકાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. US સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, વિશ્વના અલગ-અલગ દેશોમાં વધી રહેલા ઘર્ષણ અને આતંકી હુમલાઓને ધ્યાનમાં લઇને US નાગરિકો પ્રવાસ ન કરવા માટે સલાહ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 2 અઠવાડિયા પહેલા હમાસના આતંકવાદીઓ દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 20થી વધુ અમેરિકન નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. 

અગાઉ US સ્ટેટ ડિપાર્ટમેન્ટે ઇઝરાયલ અને હિઝબુલ્લાહ અથવા અન્ય સશસ્ત્ર આતંકવાદી જૂથો વચ્ચે રોકેટ, મિસાઇલ અને આર્ટિલરીના સામસામે થઇ રહેલા ઘર્ષણ અને સુરક્ષાને ધ્યાનમાં લઇને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. મંગળવારે જારી કરાયેલ એડવાઈઝરીમાં વિભાગે જણાવ્યું હતું કે તે પરિવારના સભ્યો અને બેરૂતમાં દૂતાવાસના અમુક બિન-ઇમરજન્સી યુએસ સરકારી કર્મચારીઓને અભૂતપૂર્વ સુરક્ષા પરિસ્થિતિને કારણે સ્વેચ્છાએ દેશ છોડવાની મંજૂરી આપશે.

એડવાઈઝરી એ પણ નોંધે છે કે "ઈઝરાયેલ અને ગાઝામાં તાજેતરની હિંસા મોટા દેખાવોના પગલે આવે છે" જે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથે ઓક્ટોબર 7 ના રોજ યહૂદી રાજ્ય પર મોટા પાયે હુમલો શરૂ કર્યા પછી ફાટી નીકળ્યો હતો. "અમેરિકનોએ દેખાવો ટાળવા જોઈએ અને કોઈપણ મોટા મેળાવડા અથવા વિરોધની આસપાસ સાવચેતી રાખવી જોઈએ કારણ કે તેમાંના અનેક ઘટના હિંસક બની છે.


  • Follow us on: