અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં મોટુ જળસંકટ સર્જાયું છે. જ્યાં પાણી સંપૂર્ણ રીતે પુરુ થઈ ગયું છે. એક્સપર્ટે માહિતી આપી છે કે જો સ્થિતિ નહીં સુઘરે તો 2030 સુદીમાં કાબૂલના તમામ પાણીના સ્ત્રોતો સુકાઈ જશે. આ સમાચાર કાબૂલના ફક્ત 70 લાક લોકો માટે નથી પણ આખી દુનિયા માટે ચિંતાનો વિષય છે. ધ ગાર્જિયનના એક રિપોર્ટ પ્રમાણે મર્સી કોપ્સ નામના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આગળના દસકામાં કાબૂલના જળસ્તરમાં 30 મીટર સુધીનો ઘટાડો નોંઘાયો હતો.
ઝડપથી વધી રહેલા શહેરીકરણ અને જળવાયુ પરિવર્તને આ સમસ્યાને ગંભીર જણાવી છે. શહેરના લગભગ આડધા બોરવેલ, જે કાબૂલના લોકો માટે પાવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે, તે હવે સુકાઈ ગયો છે. દર વર્ષે 44 મિલિયન ક્યૂબિક મીટર પાણીનો નિકાસ, ભૂજળના પ્રાકૃતિક રિચાર્જથી ઘણી વધારે છે.













