• આફ્રિકન-અમેરિકન સિંગર મેરી મિલબેને કર્યા CAAના વખાણ
  • ભારત સાથે સંબંધો સારા રાખવા અમેરિકાને આપી સલાહ 
  • "પીએમ મોદી ત્રીજી ટર્મ માટે ચૂંટાય તો સારા રાજદ્વારી સંબંધો રાખવા"

વિશ્વ પ્રખ્યાત આફ્રિકન-અમેરિકન સિંગર મેરી મિલબેને ભારતમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. મિલબેને પોતાના ટ્વિટર (X) હેન્ડલ પરથી એક પોસ્ટના માધ્યમથી CAA ને લોકશાહીનું સાચું કાર્ય ગણાવ્યું છે. તેમણે અમેરિકન વિદેશ મંત્રાલયને આગ્રહ કર્યો છે કે જો પીએમ મોદી ત્રીજી ટર્મ માટે ચૂંટાઈ આવે છે, તો ભારત સાથે વધુ સારા રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવા જોઈએ.

CAA પર શું બોલ્યા મેરી મિલબેન?

સિંગર મેરી મિલબેને 15 માર્ચ શુક્રવારના રોજ પોતાના ટ્વિટર (X) હેન્ડલ પર અમેરિકન વિદેશ મંત્રાલય અને પીએમ મોદીને ટેગ કરતાં પોસ્ટ કર્યું, જેમાં તેમણે લખ્યું છે કે, ‘પીએમ મોદીએ પોતાની આસ્થાના કારણે પીડિત લોકો પ્રત્યે દયાળુ નેતૃત્વનું પ્રદર્શન કરી રહ્યા છે અને તેમને ભારતમાં ઘર આપી રહ્યા છે. આ ધાર્મિક સ્વતંત્રતા ઇચ્છતા ખ્રિસ્તી, હિન્દુઓ, શીખો, જૈન અને બૌદ્ધ લોકો માટે એક શાંતિનો માર્ગ છે. જ્યારે પ્રધાનમંત્રી ત્રીજા કાર્યકાળ માટે ચૂંટાઈ આવે છે તો એક સ્વરમાં એક શ્રેષ્ઠ લોકતાંત્રિક ભાગીદારી બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવે. નાગરિક સંશોધન અધિનિયમ લોકશાહીનું સાચું કામ છે.

CAA પર શું છે અમેરિકાનું વલણ?

ભારતમાં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ના અમલ પર અમેરિકાએ પ્રતિક્રિયા આપી છે. ગુરુવારે, અમેરિકાએ કહ્યું કે તે ભારતમાં નાગરિકતા સંશોધન કાયદાના અમલીકરણ માટે સૂચના પ્રસિદ્ધ કરવાને લઈને અમે જાણીએ છીએ અને કાયદાના અમલીકરણ પર ચાંપતી નજર પણ રાખી રહ્યા છીએ.

અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે CAAને લઈને મીડિયા તરફથી પૂછવામાં આવેલ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, અમે આ કાયદાનો અમલ કેવી રીતે થાય છે તેના પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ. ધાર્મિક સ્વતંત્રતા અને કાયદા હેઠળ તમામ સમુદાયો સાથે સમાન વ્યવહાર એ મૂળભૂત લોકશાહી સિદ્ધાંતો છે.


  • Follow us on: