- BAPS સંસ્થા જ ભવ્ય હિંદુ મંદિરનું નિર્માણ કરાવશે
- કિંગ પાસેથી મળી મળ્યા બાદ ટૂંક સમયમાં કામ શરૂ કરાશે
- બહેરીન દેશમાં વિશાળ હિંદુ મંદિર બનશે
યુએઈ પછી વધુ એક મુસ્લિમ દેશ બહેરીનમાં સુંદર હિંદુ મંદિર બનશે. અબુ ધાબી મંદિરની જેમ આ મંદિર પણ વિશાળ હશે. આ મંદિરને પણ બોચાચસવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPS બનાવશે. બીએપીએસના પ્રતિનિધિઓએ બહેરીનના શાસકથી મંદિર બનાવવાના મુદ્દે મુલાકાત કરી હતી. બહેરીન સરકારની તરફથી મંદિર માટે જમીન પહેલાથી ફાળવણી કરી દેવામાં આવી છે. અને હવે નિર્માણ શરૂ કરવાની તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે.
ક્રાઉન પ્રિંસે એક ફેબ્રુઆરીએ જમીન ફાળવણી માટે જાહેરાત કરી હતી













