- હિઝબુલ્લાએ ઇઝરાયેલની 3 જગ્યાઓ પર હુમલો કર્યો
- 26 સૈનિકો સહિત ઓછામાં ઓછા 500 લોકોના મોત
- હમાસ-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે હિઝબુલ્લાહએ પણ ઝંપલાવ્યું
ઇઝરાયેલ પર હમાસના ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા ઓચિંતા હુમલાના એક દિવસ પછી, લેબનીઝ આતંકવાદી જૂથ હિઝબુલ્લાએ પણ રવિવારે વિવાદિત વિસ્તારમાં ત્રણ ઇઝરાયેલની જગ્યાઓ પર હુમલો કર્યો હતો.
હુમલામાં 26 સૈનિકો સહિત 500 લોકોના મોત
ઇઝરાયેલ પર હમાસના ઉગ્રવાદીઓ દ્વારા ઓચિંતા હુમલાના એક દિવસ બાદ, લેબનીઝ આતંકવાદી જૂથ હિઝબુલ્લાએ પણ રવિવારે વિવાદિત વિસ્તારમાં 3 ઇઝરાયેલની જગ્યાઓ પર હુમલો કર્યો, જેનાથી સંઘર્ષના વ્યાપક ફેલાવાની આશંકા વધી રહી છે. હમાસના આતંકવાદીઓએ શનિવારે એક મોટી યહૂદી રજા દરમિયાન ઇઝરાયેલ પર ઓચીંતા હુમલો કર્યો, જેમાં 26 સૈનિકો સહિત ઓછામાં ઓછા 500 લોકો માર્યા ગયા અને ઘણાને બંધક પણ બનાવ્યા. ગાઝામાં ઓછામાં ઓછા 250 લોકો માર્યા ગયા હોવાની સ્થાનિક તંત્ર દ્વારા માહિતી મળી રહી છે.
હિઝબુલ્લાએ ઇઝરાયેલની 3 જગ્યાઓ પર હુમલો કર્યો
ઇઝરાયેલના રીઅર એડમિરલ ડેનિયલ હેગારીએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે અનેક આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે. અન્ય ઘણાને બંધક પણ બનાવામાં આવ્યા છે. ઈઝરાયેલની ઉત્તરીય સરહદ પરના આ હુમલાથી તેના એક કટ્ટર દુશ્મનો સાથે યુદ્ધમાં ઝંપલાવે તેવો ખતરો છે, જેને ઈરાન દ્વારા ટેકો મળે છે અને તેની પાસે હજારો ઘાતક રોકેટ હોવાનો અંદાજ છે. હિઝબોલ્લાહે રવિવારે સીરિયામાં ઇઝરાયેલના કબજા હેઠળની ગોલાન હાઇટ્સ સાથેની દેશની સરહદ સાથેના વિવાદિત વિસ્તારમાં ઇઝરાયેલની સ્થિતિ પર અનેક રોકેટ ફાયર કર્યા અને ગોળીબાર પણ કર્યો છે.
હમાસ-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે હિઝબુલ્લાહ!
ઇઝરાયેલી જવાનોએ વિવાદિત વિસ્તારમાં હિઝબુલ્લાહના સ્થાનો પર ડ્રોન હુમલા શરૂ કરીને બદલો લીધો. આ વિસ્તાર ઇઝરાયેલ, લેબનોન અને સીરિયા સાથે જોડાયેલો છે. હમાસના ઉગ્રવાદીઓએ ગાઝા પટ્ટીમાં સરહદ વિસ્તાર પર મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત નજીકના ઇઝરાયેલી સમુદાયોમાં પ્રવેશ કર્યો. તે જ સમયે, ઇઝરાયેલે બદલો લીધો અને ગાઝામાં ઘણી ઇમારતોનો નુકસાન પહોંચાડ્યું છે.
યુદ્ધને લઇ ઇઝરાયેલી સૈનિકોનું નિવેદન
યુદ્ધને લઇ ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેના સૈનિકો આઠ સ્થળોએ હમાસના આતંકવાદીઓ સામે લડી રહ્યા છે. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેણે ગાઝામાં 426 સ્થળો પર હુમલો કર્યો અને મોટા વિસ્ફોટો સાથે ઘણી રહેણાંક ઇમારતોને નષ્ટ કરી દીધી. ગાઝા પટ્ટીમાં 20 બાળકો સહિત ઓછામાં ઓછા 256 લોકો માર્યા ગયા હતા અને લગભગ 1,800 ઘાયલ થયા હતા, પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. ઇઝરાયલી મીડિયાએ બચાવ સેવાના અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે હમાસના હુમલામાં ઓછામાં ઓછા 500 લોકો માર્યા ગયા અને 1,500થી વધુ લોકો ઘાયલ થયા. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો આ હુમલો સૌથી ઘાતર રહ્યો છે.













