- એમેઝોન હવે પોતાના કર્મચારીઓની કરી છટણી
- કંપનીએ નવી ભરતી પર લગાવ્યો પ્રતિબંધ
- મેટાએ 11,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો
ટ્વિટર અને મેટા બાદ હવે એમેઝોનના કર્મચારીઓની નોકરી જોખમમાં છે. અહેવાલ છે કે, હવે એમેઝોન પોતાના કર્મચારીઓની છટણી કરી રહ્યું છે. આ સાથે કંપનીએ નવી ભરતી પર પ્રતિબંધ લગાવી દીધો છે. કંપનીની આર્થિક સ્થિતિને જોતા અહીં ભરતી પર રોક લગાવી દેવામાં આવી છે. આ પહેલા ફેસબુકની પેરન્ટ કંપની મેટા તેના 11,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી ચૂકી છે.
અમેરિકન ટેક્નોલોજી અને ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોને વધતી જતી આર્થિક મંદી વચ્ચે તેની બિન-લાભકારી પહેલને ઘટાડવાનું શરૂ કર્યું છે. ટોચના એક્ઝિક્યુટિવ દ્વારા મોકલવામાં આવેલા આંતરિક મેમો અનુસાર, કંપનીએ ગયા અઠવાડિયે જ ભરતી ફ્રીઝની જાહેરાત કરી હતી. ત્યાર બાદ હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, કંપની પોતાના કર્મચારીઓની સંખ્યામાં પણ ઘટાડો કરી શકે છે.
રોબોટિક્સ વિભાગમાં કેટલા કર્મચારીઓ
એમેઝોનમાં કામ કરતા સોફ્ટવેર એન્જિનિયર જેમી ઝાંગે LinkedIn પર તેના કનેક્શનની જાણ કરી અને કહ્યું હતું ,કે તેને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. આ સિવાય એક પૂર્વ કર્મચારીની પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, સમગ્ર રોબોટિક્સ ટીમને પિંક ચિટ આપવામાં આવી છે. LinkedIn ડેટા અનુસાર, કંપનીના રોબોટિક્સ વિભાગમાં ઓછામાં ઓછા 3,766 લોકો કામ કરે છે. બિઝનેસ ટુડે 3,766 કર્મચારીઓમાંથી કેટલાને જવા દેવાયા તેની પુષ્ટિ કરી શક્યું નથી.
મેટા-ટ્વિટર કરાઈ છટણી
આ સિવાય વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, કંપનીએ પોતાના કેટલાક બિનલાભકારી એકમોમાં કામ કરતા કર્મચારીઓને અન્યત્ર નોકરી શોધવા માટે પહેલેથી જ કહ્યું છે. સાથે જ મેટા અને ટ્વિટરે પણ મોટી સંખ્યામાં કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. મેટાનું કહેવું છે કે, કંપનીની કિંમત ઘટાડવા માટે તેણે છૂટા થવાનો નિર્ણય કર્યો છે. વધેલો ખર્ચ નફો ખાય છે અને તેથી આવકમાં ઘટાડો કરે છે.