- ફરી એકવાર માલદીવ અને ભારત આમને-સામને
- માલદીવ ભારતીય હેલિકોપ્ટરનું સંચાલન પોતે કરશે તેવો નિર્ણય લેવાયો
- 10 મે સુધી માલદીવમાંથી તમામ સૈન્યને હટાવી દેવાશે
છેલ્લા ઘણા સમયથી ભારત અને માલદીવ વચ્ચે સંબંધો વણસ્યા છે. આટલું ઓછું હોય તેમ માલદીવ્સ નેશનલ ડિફેન્સ ફોર્સ (MNDF) માટે પ્લાનિંગ, પોલિસી અને રિસોર્સ મેનેજમેન્ટના પ્રિન્સિપલ ડાયરેક્ટર કર્નલ અહેમદ મુજુથબા મોહમ્મદે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે માલદીવ્સમાંથી ભારતીય સૈનિકો પાછા ખેંચવા માટે ચર્ચા ચાલી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈજ્જુની સરકારે 10 મે પછી માલદીવમાં કોઈપણ વિદેશી સૈન્ય ટુકડીને તૈનાત કરવાની મંજૂરી ન આપવાનો નિર્ણય કર્યો છે, મળતી માહિતી અનુસાર, ગયા અઠવાડિયે, ભારતે જણાવ્યું હતું કે ટાપુ રાષ્ટ્રમાં નવા અને હળવા હેલિકોપ્ટરનું સંચાલન કરતા લશ્કરી કર્મચારીઓને બદલવા માટે તેની તકનીકી નિષ્ણાતોની પ્રથમ નાગરિક ટીમ માલદીવ આવી છે.
તકનીકી કર્મચારીઓની પ્રથમ ટીમ માલદીવ પહોંચી













