- પન્નુના નિશાને અમદાવાદનું સ્ટેડિયમ, કહ્યું ટેરર વર્લ્ડ કપ યોજાશે
- સાયબર ક્રાઇમે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી
- 5 ઓક્ટોબરે અમદાવાદમાં થનારી મેચને લઈ આપી ધમકી
ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુ સામે ફરિયાદ નોંધાઈ છે. તેણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 ઓક્ટોબરે યોજાનારી વર્લ્ડકપની મેચને નિશાન બનાવી છે. તેનું માનવું છે કે ભારત નિજ્જરની હત્યા માટે જવાબદાર છે. જેને લઈને તે બદલો લેવાની તૈયારીમાં છે. હાલમાં તેણે અમદાવાદના સ્ટેડિયમને નિશાન બનાવ્યું છે.
અગાઉ પણ આપી છે ધમકીઓ
અગાઉ પણ પન્નુએ 15 ઓગસ્ટના સમયે પણ ધમકી આપી હતી તો સાથે જી-20 શિખર સંમેલનને લઈને પણ ધમકી આપી હતી. ધમકીભર્યા કોલ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે આ ફોન યુકેથી આવ્યા હતા. પોલીસને એક જ દિવસમાં 60થી વધારે ધમકીભર્યા કોલ મળ્યા હતા.
શું આપી છે ધમકી
એક પ્રિ રેકોર્ડ ક્લિપ મોકલવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે અમદાવાદમાં આગામી વર્લ્ડ કપને ટેરર કપનું ઈનોગ્રેશન થશે. આ સાથે અહીં ખાલિસ્તાની ઝંડા લહેરાવવામાં આવશે. નિજ્જરની હત્યા ભારતે કરી છે તેમ માનીને તે ભારત સાથે બદલો લઈ રહ્યા છે.
શું કહ્યું પોલીસે
પોલીસે કહ્યું કે અમદાવાદમાં યોજાનારી વર્લ્ડકપની મેચને લઈને ડરવાની કોઈ જરૂર નથી. ધમકીભરી ક્લિપ મળ્યા બાદ આતંકી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી માહિતિ અનુસાર સાયબર ક્રાઇમ બ્રાંચે આતંકી ગુરૂપવતસિંધ પન્નુ વિરુદ્ધ IPC 121 A,153 A,153 B(A, C),505 (1)b,12 મુજબ ગુનો નોંધ્યો છે. આ સાથે જ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમની વ્યવસ્થા વધારી દેવામાં આવશે. અગાઉ પણ ધમકીઓ આવી ત્યારે અનેક સિમબોક્સ કબ્જે કરી લેવાયા હતા. આરોપી પાસે ડેટા હોય છે. કેટલાક ડેટા વેચાય છે અને કેટલાક ચોરાય છે.









