- ગાઝામાં ઈઝરાયેલી સૈન્ય અને હમાસના આતંકીઓ પહેલીવાર ટકરાયા
- ગાઝામાં 4651 લોકોનાં અને ઈઝરાયેલના 1483 લોકોનાં મૃત્યુ થયાં
- ઈરાનની ચેતવણી : નરસંહાર રોકો નહીં તો સ્થિતિ આઉટ ઓફ કન્ટ્રોલ જઈ શકે
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 17 દિવસથી ચાલી રહેલું યુદ્ધ વધુ ઘાતક બની રહ્યું છે. ઈઝરાયેલ દ્વારા રવિવારે આખી રાત બોમ્બમારો ચાલુ રાખવામાં આવ્યો હતો જેમાં 360 સ્થળોને ટાર્ગેટ બનાવાયા હતા. જેને કારણે 24 કલાકમાં વધુ 400 પેલેસ્ટાઈનીનાં મોત થયા હતા. બીજી તરફ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું જમીની યુદ્ધ હળવી કક્ષાએ ચાલુ થયું હોવાનાં સંકેતો મળે છે. ગાઝા પટ્ટીમાં હમાસનાં આતંકીઓ અને ઈઝરાયેલનાં સૈનિકો પહેલીવાર આમનેસામને ટકરાયા છે. 17મા દિવસે ઈઝરાયેલની સેના ગાઝામાં ઘૂસી છે. હમાસનાં મહત્ત્વનાં સ્થળો પર હવાઈ હુમલા ચાલુ રખાયા છે. ઈઝરાયેલનાં 1483 લોકોનાં એ ગાઝામાં 4651 પેલેસ્ટાઈનીઓનાં મોત થયા છે. આમ મોતનો કુલ આંકડો 6134 કરતા વધ્યો છે. 14થી 15,000 લોકોને ઈજા થઈ છે. હમાસ દ્વારા હજી ઈઝરાયેલનાં 222 બંધકોને મુક્ત કરવાનાં કોઈ સંકેતો મળતા નથી. ઈઝરાયેલ દ્વારા હવે બંધકોને મુક્ત કરાવવા હુમલા વધુ તેજ કરાયા છે. બીજી તરફ ઈઝરાયેલની ચેતવણી છતાં હજારો લોકો નોર્થ ગાઝામાં પાછા ફરી રહ્યા છે. લોકો જો નોર્થ ગાઝા ખાલી નહીં કરે તો તેમને આતંકી ગણવાની ચેતવણી અપાઈ છે. ઈઝરાયેલ પર હમાસ દ્વારા 7500થી વધુ રોકેટ છોડવામાં આવ્યા છે. જેમાં ઈઝરાયેલનાં હજારો નાગરિકોનાં મોત થયા છે. અમેરિકાએ ચેતવણી આપી છે કે જો મિડલ ઈસ્ટમાં સંઘર્ષ વધશે તો અમે એક્શન લેતા ખચકાઈશું નહીં. જો અમેરિકાનાં સૈનિકોને કંઈ થશે તો તેનો બદલો લેતા અચકાઈશું નહીં. ઈરાને ચેતવણી આપી છે કે જો ગાઝામાં નરસંહારને રોકવામાં નહીં આવે તો સ્થિતિ આઉટ ઓફ કન્ટ્રોલ જઈ શકે છે.
ગાઝામાં રાફા, જબાલિયા કેમ્પ સહિત 25 સ્થળો પર બોમ્બ ઝીંકાયા










