• એલન મસ્કના ન્યાલિંક પ્રોજેક્ટ હેઠળ એક વ્યકિતના મગજમાં ચિપ ફિટ કરી હતી
  • ચિપના ઉપયોગથી મગજની મદદથી ઘણા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને નિયંત્રિત કરાશે તેવો દાવો
  • ચિપના લીધે વ્યક્તિએ કંઈક એવું કર્યું છે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય


વિજ્ઞાનની દુનિયામાં સમયાંતરે નવી શોધો થતી રહે છે. આમાંથી એક એલોન મસ્કનો ન્યૂરાલિંક પ્રોજેક્ટ છે. ન્યૂરાલિંક પ્રોજેક્ટ હેઠળ, કમ્પ્યૂટર ચિપ્સ માનવ મગજમાં રોપવામાં આવે છે અને ક્લિનિકલ અભ્યાસ હાથ ધરવામાં આવે છે. એલને એવો પણ દાવો કર્યો છે કે આ ચિપના ઉપયોગથી મગજની મદદથી ઘણા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને નિયંત્રિત કરી શકાય છે. એલનના આ પ્રોજેક્ટને ગયા વર્ષે જ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) તરફથી મંજૂરી મળી હતી. જાન્યુઆરીમાં, આ પ્રોજેક્ટ હેઠળ, પ્રથમ માનવીના મગજમાં કમ્પ્યૂટર ચિપનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. હવે આ ચિપના અજાયબીઓ સામે આવ્યા છે અને જેના મગજમાં આ કમ્પ્યૂટર ચિપ લગાવવામાં આવી છે તે વ્યક્તિએ કંઈક એવું કર્યું છે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય.

વિકલાંગ વ્યક્તિ પોતાના મનથી કમ્પ્યૂટરને નિયંત્રિત કરે છે

આ જાન્યુઆરીમાં ન્યુરાલિંક પ્રોજેક્ટ હેઠળ નોલેન્ડ અર્બોગ નામના વ્યક્તિના મગજમાં કોમ્પ્યુટર ચિપ ઈમ્પ્લાન્ટ કરવામાં આવી હતી. નોલેન્ડે જ આ પ્રોજેક્ટ હેઠળ પોતાના મગજમાં કોમ્પ્યૂટર ચિપ ઈમ્પ્લાન્ટ કરવા માટે લીલી ઝંડી આપી હતી. નોલેન્ડ અક્ષમ છે. તાજેતરમાં ન્યૂરાલિંકે એક વીડિયો શેર કર્યો છે. આ વિડીયોમાં નોલેન્ડ પોતાના હાથનો ઉપયોગ કર્યા વગર કોમ્પ્યૂટર પર ચેસની રમત રમે છે. ફક્ત તેના મગજનો ઉપયોગ કરીને, નોલેન્ડ કમ્પ્યૂટરને નિયંત્રિત કરે છે અને વિચાર દ્વારા ચેસ રમે છે.

  • Follow us on: