અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા તેમણે ભારતના પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરીને પોતાના મિત્ર કહ્યા હતા. ત્યારે હવે ભારતની ટીકા કરતા જોવા મળ્યા છે.
ટેક્સને લઇને કરી આકરી ટિપ્પણી
અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે વિદેશી વસ્તુઓ પર સૌથી વધારે ટેક્સ લગાવનારા દેશોમાં ભારત સૌથી ઉપર છે. ટ્રમ્પે ગુરુવારે એક રેલી દરમિયાન ભારત ઊંચો ટેક્સ લાદવાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે જો તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતશે, તો તેઓ પારસ્પરિક ટેક્સ સિસ્ટમ લાવશે. તેમણે કહ્યું કે મેં વાન અને ટ્રક વગેરે અંગેની પ્રક્રિયા શરૂ કરી હતી અને તે ખૂબ સારી રીતે ચાલી હતી. અમે વાસ્તવમાં બિલકુલ ટેક્સ વસૂલતા નથી. ચીન અમારી પાસેથી 200 ટકા ટેરિફ વસૂલે છે, બ્રાઝિલ પણ અમારી પાસેથી ખૂબ ઊંચી ટેરિફ વસૂલે છે. અને સૌથી વધુ ટેરિફ વસૂલતો દેશ ભારત છે.
ભારતને લઇને કરી ટીકા
મહત્વનું છે કે આર્થિક નીતિને લઇને ટ્રમ્પે પોતાના ભાષણ દરમિયાન આ વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત સાથે અમારા સારા સંબંધો છે. તેમાં પણ ખાસ કરીને પીએમ મોદી સાથે. તેઓ એક મહાન નેતા અને મહાન વ્યક્તિ છે. તેઓએ સારુ કામ કર્યુ છે પણ તેઓ અમારા ઉત્પાદનો માટે ખૂબ જ ચાર્જ વસૂલે છે. આર્થિક નીતિને લઈને પોતાના ભાષણમાં ટ્રમ્પે કહ્યું કે ભારત અમારી પાસેથી સૌથી વધુ ડ્યુટી વસૂલે છે. તેમણે કહ્યું કે ભારત સાથે અમારા સારા સંબંધો છે, ખાસ કરીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે. તેઓ એક મહાન નેતા અને મહાન વ્યક્તિ છે. તેઓએ એક સરસ કામ કર્યું છે પરંતુ તેઓ અમારા ઉત્પાદનો માટે ખૂબ જ ચાર્જ કરે છે.
મને તે પસંદ નથી- ડોનાલ્ડ ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું કે ભારત ચીન કરતાં વધુ એક્સાઈઝ ડ્યુટી વસૂલે છે. એક ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જ્યારે તેઓ વ્હાઇટ હાઉસથી દૂર હતા ત્યારે તેમના કાર્યકાળના બીજા કે ત્રીજા વર્ષમાં હાર્લી ડેવિડસનનો એક કાર્યકારી તેમને મળવા આવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે અધિકારીએ ભારતને બિઝનેસ કરવા માટે સૌથી મુશ્કેલ દેશ ગણાવ્યો અને કહ્યું કે ભારત 150 ટકા ચાર્જ વસૂલે છે. ટ્રમ્પે કહ્યું કે ભારત ઈચ્છે છે કે કંપનીઓ ત્યાં જાય અને પોતાના પ્લાન્ટ લગાવે અને ત્યાં જ ઉત્પાદન કરે. આમ કરવાથી ભારત તે પ્રોડક્ટ્સ પર વધારે ચાર્જ નથી વસૂલતું. તેમણે હાર્લી ડેવિડસનનું ઉદાહરણ આપતાં કહ્યું કે તેઓ ભારત ગયા અને ત્યાં પ્લાન્ટ સ્થાપ્યો. હવે તેઓ ભારતમાં સરળતાથી બિઝનેસ કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે મને તે પસંદ નથી.













