• ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 20-22 માર્ચ રશિયા જશે
  • રશિયા અને યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે ચર્ચા કરશે
  • અમેરિકને ડર છે કે ચીન રશિયાને હથિયાર સપ્લાય કરશે

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી 20થી 22 માર્ચ દરમિયાન રશિયાની મુલાકાતે જઈ રહ્યા છે. ચીનના વિદેશ મંત્રાલયે આ વાતને કન્ફર્મ કરી છે. શી જિનપિંગ અને રશિયાના પ્રેસિડેંટ વ્લાદિમીર પુતિન વચ્ચેની મુલાકાતથી અમેરિકાનું ટેન્શન વધી ગયું છે. અમેરિકને બીક છે કે ચીન આ મુલાકાતના બહાને રશિયાને હથિયારો આપશે. જેનો યુક્રેન સાથેના યુદ્ધમાં ઉપયોગ થઈ શકે છે.

બીજી તરફ ચીન આ મુલાકાતને અલગ રીતે રજૂ કરી રહ્યું છે. ચીન આ વિઝિટને રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા એક વર્ષથી ચાલતા યુદ્ધને અટકાવવા પ્રયાસમાં એક અગત્યનું પગલું માને છે. જિનપિંગ 12 સૂત્રિય શાંતિ યોજના સાથે મોસ્કો જઈ રહ્યા છે.

[[$googlead]]

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા હુઆ ચુનયિંગે શુક્રવારે કહ્યું હતું કે, યુક્રેનમાં વધતાં યુદ્ધ અને સ્થિતિ નિયંત્રણની બહાર જવાની બાબતને લઈને ચીન ચિંતિત છે. અમે આશા કરીએ છીએ કે રશિયા અને યુક્રેન વાતચીત કરશે અને એક રાજકીય સમાધાન માટે દરવાજા ખુલ્લા રાખશે. ચીન યુદ્ધ રોકવા અને શાંતિ સ્થાપિત કરવા માટે રચનાત્મક ભૂમિકા નિભાવતું રહેશે.

[[$alsoread]]

ચીનના રાષ્ટ્રપતિ રશિયા જઈ રહ્યા છે તેને લઈને અમેરિકા ટેન્શનમાં છે. થોડા દિવસો પહેલા અમેરિકના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે, યુક્રેન યુદ્ધમાં ચીન રશિયાની પડખે રહી શકે છે. આ યુદ્ધમાં રશિયાને હથિયાર આપવા અંગે ચીન વિચારી રહ્યું છે. જો આમ થશે તો આ ઘણું જ ખતરનાક હશે.

  • Follow us on: