• આતંકવાદી હુમલાની નિંદા કરતા અમેરિકાનાં ડ્રાફ્ટ પર વીટો

  • રશિયા અને ચીનને ઈઝરાયેલ દ્વારા પૂછવામાં આવ્યા સવાલ
  • આતંકવાદીઓ વિરુદ્ધ વ્યાપક લશ્કરી કાર્યવાહીની જરૂર : ગિલાડ

ઇઝરાયલે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા અને ચીન પર આકરા પ્રહારો કર્યા છે. ઇઝરાયેલ પર હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાની નિંદા કરતા અમેરિકા દ્વારા લખાયેલા ડ્રાફ્ટ ઠરાવને બંને દેશોએ વીટો કરી દીધો હતો. જેના પ્રતિક્રિયા આપતા ઈઝરાયેલનાં રાજદૂત ગિલાડ એર્ડને પૂછ્યું હતું કે શું આ દેશોને પણ નરસંહારનો સામનો કરવો પડશે.? તેમણે કહ્યું હતું કે "ઇઝરાયેલમાં અમે અમારા અસ્તિત્વ માટે લડી રહ્યા છીએ... જો તમારા કોઈપણ દેશમાં આવો જ નરસંહાર થયો હોય તો મને ખાતરી છે કે તમે ઇઝરાયેલ કરતાં વધુ તાકાત સાથે કાર્યવાહી કરશો."

ઈઝરાયેલ આકરા પાણીએ

[[$googlead]]

ઇઝરાયલના રાજદૂત ગિલાડ એર્ડને કહ્યું હતું કે "જે દેશોએ યુએસની આગેવાની હેઠળના ઠરાવની વિરુદ્ધમાં મતદાન કર્યું છે તેમણે વિશ્વ સમક્ષ સાબિત કર્યુ છે કે આ કાઉન્સિલ ISIS જેવા આતંકવાદીઓની નિંદા કરવા અને આ જઘન્ય અપરાધોના પીડિતોનું રક્ષણ કરવા માટેનું સૌથી મૂળભૂત કાર્ય કરવામાં અસમર્થ છે." એર્દાને રશિયાને કહ્યું હતું કે "તમારા મનમાં એવો કોઈ પ્રશ્ન નહીં હોય કે આવા ક્રૂર નરસંહાર માટે આતંકવાદીઓ વિરુદ્ધ વ્યાપક લશ્કરી કાર્યવાહીની જરૂર છે જેમણે તેમની આતંકવાદી ક્ષમતાઓને ખતમ કરવા માટે આ પ્રકારના અમાનવીય અત્યાચારો કર્યા હતા. જેથી કરીને આવા અત્યાચાર ફરી ક્યારેય ન થાય."

[[$alsoread]]

રશિયા અને ચીનનો અમેરિકાના પ્રસ્તાવને વીટો

રશિયા અને ચીને બુધવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમેરિકા દ્વારા પ્રસ્તાવિત ડ્રાફ્ટ ઠરાવને વીટો કરી દીધો હતો. ડ્રાફ્ટ ઠરાવમાં કટ્ટરપંથી પેલેસ્ટિનિયન ચળવળ હમાસ દ્વારા ઇઝરાયેલ પરના હુમલાની નિંદા કરવામાં આવી હતી અને બંધકોને મુક્ત કરવાની હાકલ કરવામાં આવી હતી. જો કે આ ઠરાવને 10 દેશોએ ટેકો આપ્યો હતો, જ્યારે રશિયા, ચીન અને સંયુક્ત આરબ અમીરાતે તેની વિરુદ્ધમાં મત આપ્યો હતો અને બે દેશોએ દૂર રહ્યા હતાં. 

  • Follow us on: