અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે અમેરિકી શિક્ષણ મંત્રાલય મામલે મહત્ત્વનો નિર્ણય લીધો છે. તેઓએ આ શિક્ષણ વિભાગને બંધ કરવા માટે આદેશ કર્યા છે. શિક્ષણ વિભાગ વિશ્વવિદ્યાલય, કોલેજ અને શાળામાં ફન્ડીંગનું કામ પણ જોય છે. અને હવે મહત્ત્મ કામ એજન્સીઓને સોંપવામાં આવશે. ટ્રમ્પની સરકારમાં અમેરિકાના સરકારી કર્મચારીઓ પર થનાર ખર્ચ પર તરાપ મારવાની તૈયારીઓ ચાલી રહી છે.


ટ્રમ્પ શિક્ષણ મંત્રાલયનો લાવશે અંત?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના સહયોગી એલોન મસ્ક અવનાર નવાર ચર્ચામાં રહે છે. ત્યારે હમણા તેઓ કેટલાયે વિભાગોમાંથી કર્મચારીઓની છટણી બાબતે ચર્ચામાં આવ્યા હતા. તો સાથે જ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે શિક્ષણ વિભાગને ખત્મ કરવાના આદેશ કર્યા છે. તેઓએ જણાવ્યુ હતુ કે, શિક્ષામંત્રી લિન્ડા મૈકમોહન પોતાનું કામ બંધ કરી દે. અને સાથે જ શિક્ષણ વિભાગને પણ તાળા મારી દે. સોમવારે લિન્ડા મૈકમોહનને શિક્ષણ વિભાગના ચીફ બનાવાયા હતા. અને અઠવાડિયામાં જ રાષ્ટ્રપતિએ આ વિભાગ બંધ કરવા માટે આદેશ આપ્યા હતા.

તમામ વહીવટ એજન્સીઓને સોંપાશે

મેકમોહને કર્મચારીઓને કહ્યું કે બધો વહીવટ એજન્સીઓને સોંપી શકાય તે માટે અમલદારોને ખતમ કરવાનું આ અંતિમ મિશન છે. તમને જણાવી દઈએ કે શિક્ષણ વિભાગ દર વર્ષે કોલેજો, યુનિવર્સિટીઓ અને શાળાઓને ભંડોળ આપતો હતો. આ ઉપરાંત, કયા બાળકો કઈ શ્રેણીમાં આવે તે નક્કી કર્યું. હવે આ બધું કામ એજન્સીઓને સોંપી શકાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ આગ્રહ રાખે છે કે કોલેજો અને શાળાઓને આપવામાં આવતા ભંડોળ બંધ કરવામાં આવે. અમેરિકામાં, શાળાઓ અને કોલેજોને સરકાર તરફથી મળતું ભંડોળ લગભગ 14 ટકા છે. જોકે, યુનિવર્સિટીઓ સરકારી બજેટ પર વધુ આધાર રાખે છે. સરકાર તરફથી મળેલા બજેટને કારણે વિદ્યાર્થીઓ પર ટ્યુશન ફીનો બોજ ઓછો થાય છે. આ વિભાગ વિદ્યાર્થી લોનના રૂપમાં લગભગ 1.5 ટ્રિલિયન ડોલરનું સંચાલન કરે છે. ઓછી આવક ધરાવતા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવાની જવાબદારી પણ આ વિભાગની હતી.

રાષ્ટ્રપતિ જો બિડેને શિક્ષણ વિભાગ પાસેથી સ્ટુડન્ટ લોગનું કામ છીનવી લીધું. આ પછી સુપ્રીમ કોર્ટે સરકારના નિર્ણયને રદ કર્યો. આ પછી, વહીવટીતંત્રે લગભગ $175 બિલિયનની લોન માફ કરી. ડોનાલ્ડ ટ્રમ્પે આ બાબત માટે બિડેન વહીવટની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આનાથી દેશના અર્થતંત્રને મોટું નુકસાન થયું છે. હવે એ પણ સ્પષ્ટ નથી કે અમેરિકામાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણ લોન માટે કોઈ રસ્તો ખુલશે કે નહીં. શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના અધિકારો સુનિશ્ચિત કરવા માટે પણ કામ કર્યું. આમાં રંગભેદ, લિંગ ભેદભાવ અને LGBTQ સમુદાયના અધિકારોનો પણ સમાવેશ થતો હતો. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રાન્સજેન્ડરો પ્રત્યે ખૂબ કડક છે. તેમણે કહ્યું છે કે તેઓ ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓને આપવામાં આવેલા અધિકારો ખતમ કરશે.

  • Follow us on: