જગત જમાદાર અમેરિકાએ ભારતની 1400 કરતાં વધુ વારસાને પરત કર્યા છે. પીએમ મોદીના અથાગ પ્રયત્નો બાદ આવું બની શક્યું છે. જે પ્રાચીન અવશેષોને અમેરિકાએ પરત કર્યા છે તેમાં એમથી 1980ના દાયદામાં ચોરવામાં આવેલા પથ્થરની મૂર્તિ અને 1960ના દાયકામાં રાજસ્થાનમાંથી ચોરેલી મૂર્તિ આ 1400થી વધુ પ્રાચીન વસ્તુઓ સામેલ છે, જેને અમેરિકાએ ભારતને પરત મોકલાવી દીધી છે. આ અવશેષોની કુલ રકમ એક કરોડ અમેરિકી ડોલર છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાંથી ચોરાયેલી 600થી વધુ પ્રાચીન વસ્તુઓ આગામી કેટલાક મહિનામાં પરત મોકલવામાં આવશે. મળતી માહિતી અનુસાર, આ વસ્તુઓ ભારતના કોન્સ્યુલેટ જનરલના હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશનના ગૃપ સુપરવાઇઝરની હાજરીમાં પરત કરવામાં આવી હતી. અમેરિકાના એક સરકારન નિવેદનમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં ઓછામાં ઓછી 1,440 પ્રાચીન વસ્તુઓ ભારતને પરત કરવામાં આવી હતી, જેની કુલ કિંમત 10 અમેરિકી મિલિયન ડોલર છે. 

મૂર્તિઓથી લઈને ઘણું બધું આપ્યું
પરત કરાયેલી વસ્તુઓમાં 1980ના દાયકામાં મધ્યપ્રદેશના મંદિરમાંથી ચોરાયેલી નર્તકીની રેતીના પથ્થરની પ્રતિમા અને રાજસ્થાનના તનેશ્ર્વર મહાદેવ ગામમાંથી ચોરાયેલી તનેસર માતાની પ્રતિમાનો સમાવેશ થાય છે. તસ્કરોએ મધ્યપ્રદેશમાંથી ચોરી કરેલી મૂર્તિને વેચવામાં સરળતા રહે તે માટે તેને બે ભાગમાં વહેંચી દીધી હતી. ફેબ્રુઆરી 1992 સુધીમાં, આ બંને ભાગોને ગેરકાયદેસર રીતે લંડનથી ન્યૂયોર્ક લઈ જવામાં આવ્યા હતા. બાદમાં બંને ભાગોને વ્યવસાયિક રીતે ફરીથી એસેમ્બલ કરવામાં આવ્યા અને મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટને દાનમાં આપવામાં આવ્યા. વર્ષ-2023માં એન્ટિક ટ્રાફિક યુનિટ (ATU) દ્વારા તેને જપ્ત કરવામાં ન આવે ત્યાં સુધી આ પ્રતિમા મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટમાં પ્રદર્શનમાં રહી. બુધવારે જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિવિધ શિલ્પોનું પ્રથમવાર 1950 ના દાયકાના અંતમાં ભારતીય પુરાતત્વવિદ્ દ્વારા દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું. તેમાંથી કેટલીક મૂર્તિઓ 1960ના દાયકાની શરૂઆતમાં ચોરાઈ ગઈ હતી.

તનેશ્વર માતાની મૂર્તિ પણ પરત આવી હતી
તનેશ્વર માતાની પ્રતિમા વર્ષ-1968 સુધી મેનહટનની ગેલેરીમાં હતી. મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટે 1993માં તનેશ્વર માતાની પ્રતિમાનો કબજો મેળવ્યો હતો, જ્યાં વર્ષ-2022માં ATU દ્વારા તેને જપ્ત કરવામાં ન આવે ત્યાં સુધી તે પ્રદર્શનમાં રહી હતી. "અમે ભારતીય સાંસ્કૃતિક વારસાને નિશાન બનાવતા વિવિધ દાણચોરીના નેટવર્કની તપાસ કરવાનું ચાલુ રાખીશું," બ્રેગના કાર્યકાળ દરમિયાન, ડિસ્ટ્રિક્ટ એટર્ની એન્ટિક્વિટીઝ ટ્રેફીકીંગ યુનિટે 2,100થી વધુ દેશોમાંથી ચોરાયેલી પ્રાચીન વસ્તુઓ રિકવર કરી છે. આશરે 230 મિલિયન અમેરિકન ડોલરની કિંમત. આગામી મહિનામાં આશરે 1,000 પ્રાચીન વસ્તુઓ પરત કરવામાં આવનાર છે, જેમાં ભારતમાંથી ચોરાયેલી 600થી વધુ અને આ વર્ષની શરૂઆતમાં ફરી આપી દીધી હતી.

  • Follow us on: