- નિજજરની હત્યા બાદ ભારત કેનેડાના સંબંધોમાં આવ્યો તણાવ
- વિવાદમાં અમેરિકાએ પહેલા કર્યું હતું કેનેડાનું સમર્થન
- ભારત સાથેના સંબંધો બગાડવાના અહેવાલો બાદ કરી સ્પષ્ટતા
કેનેડા મામલે વધતાં તણાવને લઈને ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખરાબ થશે. બાઈડેનના અધિકારીઓના હવાલાથી આ પ્રકારની એક રિપોર્ટ સામે આવી હતી. તેના પર હવે અમેરિકા સ્પષ્ટતા કરી રહ્યું છે અને રિપોર્ટ્સને ફગાવી રહ્યું છે.
અમેરિકાએ તે રિપોર્ટ્સને ફગાવી દીધો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેનેડા સાથે તણાવને લઈને ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખરાબ થઈ શકે છે. ભારતમાં અમેરિકન રાજદૂત એરિક ગરસેટ્ટીના હવાળાથી મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે કેનેડા સાથે તણાવને લીધે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો પર અસર થશે. જોકે, હવે અમેરિકાએ આ અહેવાલને ફગાવી ડેટ કહ્યું છે કે આ ખોટું છે. અમારા ભારત સ્થિતિ રાજદૂત એરિક ગરસેટ્ટી તો ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની હરદીપ સિંહ નિજજરની હત્યાને લઈને ખાસ્સો તણાવ ઊભો થયો હતો. કેનેડાએ નિજજરની હત્યામાં ભારતીય એજન્સીઓની સંડોવણી હોવાની વાત કહી હતી જ્યારે ભારતે આ દાવાઓને ફગાવી દીધા હતા. અમેરિકન દૂતાવાસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘અમેરિકન દૂતાવાસ આ પ્રકારના અહેવાલોને ફગાવે છે. રાજદૂત એરિક ગરસેટ્ટી તો ભારત અને અમેરિકા વચ્ચેના સારા સંબંધોને લઈને મહેનત કરી રહ્યા છે. પીપલ ટૂ પીપલ કોન્ટેક્ટ વધારવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. આમ અમેરિકાએ એક જ દિવસમાં એ તમામ અહેવાલોને ફગાવી દીધા જેમાં કહેવામાં આવ્યું હતું કે કેનેડા અને ભારત વચ્ચેના તણાવને કારણે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોને અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
એક રિપોર્ટમાં અમેરિકન વિદેશ મંત્રાલયના કેટલાંક અધિકારીઓનો ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું હતું કે જો બાઈડેન વહીવટી તંત્રના કેટલાંક લોકો માને છે કે કેનેડા મામલે અમેરિકાના ભારત સાથેના સંબંધો ખરાબ થઈ શકે છે. આ અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી સાથે સંબંધો આવનાર સમયમાં ખરાબ થઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એરિક ગરસેટ્ટીએ પોતાના દેશની ટીમને સંબોધિત કરતાં કહ્યું હતું કે ભારત અને કેનેડા વચ્ચે ઊભા થયેલ તણાવની અસર અમેરિકા સાથેના ભારતના સંબંધો પર પણ જોઈ શકાય છે.
એટલું જ નહિ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમણે એમ પણ કહ્યું હતું કે અમેરિકાને ભારતીય અધિકારીઓની સાથે સંપર્ક થોડા સમય માટે ઓછા કરવા પડશે. ઉલ્લેખનીય છે કે, ભારતે કેનેડાના વડાપ્રધાનના તે આરોપોને ફગાવી દીધા હતા જેમાં તેમણે દાવો કર્યો હતો કે નિજજરની હત્યા પાછળ ભારતીય એજન્સીઓની સંડોવણી હોવાની વાત કહેવામાં આવી હતી.