દક્ષિણ અમેરિકાના શહેર ન્યૂ ઓર્લિયન્સમાં એક ભયાનક અકસ્માત થયો છે. નવા વર્ષના પ્રથમ દિવસે એક ઝડપી પીકઅપ ટ્રક ભીડમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. જ્યારે 20થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અકસ્માત બાદ ડ્રાઈવર ટ્રકમાંથી બહાર આવ્યો અને તેણે ગોળીબાર શરૂ કર્યો.
દક્ષિણ અમેરિકાના શહેર ન્યૂ ઓર્લિયન્સમાં એક ભયાનક અકસ્માત થયો છે. નવા વર્ષના પ્રથમ દિવસે એક ઝડપી પીકઅપ ટ્રક ભીડમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. સ્થાનિક અહેવાલના જણાવ્યા મુજબ, લુઇસિયાના શહેરમાં લોકપ્રિય પર્યટન સ્થળ ફ્રેન્ચ ક્વાર્ટરમાં બોર્બોન સ્ટ્રીટ પર ભારે ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન કારને અકસ્માત નડ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ડ્રાઈવર ભીડમાં ટ્રકમાંથી બહાર આવ્યો અને ફાયરિંગ શરૂ કર્યું.













