• કંગાળ પાકિસ્તાનને મદદ કરવા માટે ચીને મદદનો હાથ લંબાવ્યો
  • ચીનની 70 કરોડ ડોલરની મદદથી અમેરિકા હેરાન થયું
  • અમે ખૂબ જ ચિંતિત છીએ કે ભારતના પડોશી દેશોનો ચીની લોનથી દુરુપયોગ થઈ શકે
કંગાળ પાકિસ્તાનને મદદ કરવા માટે તેના મિત્રોએ મદદનો હાથ લંબાવ્યો છે. હવે ચીને પાકિસ્તાનને 70 કરોડ ડોલરનું ફંડ આપ્યું છે. પરંતુ ચીનની આ મદદથી અમેરિકા પરેશાન દેખાઈ રહ્યું છે.અમેરિકાના વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે અમેરિકાને એ વાતની ચિંતા છે કે ચીન દ્વારા ભારતના નજીકના પાડોશી દેશો પાકિસ્તાન અને શ્રીલંકાને આપવામાં આવી રહેલી લોનનો બળજબરીપૂર્વક ફાયદો ઉઠાવી શકાય છે.

ચીનની મદદથી અમેરિકા હેરાન થયું

દક્ષિણ અને મધ્ય એશિયાના બાબતોના સહાયક સચિવ વિદેશ મંત્રી ડોનાલ્ડ લુએ એન્ટોની બ્લિંકનની ભારત મુલાકાત પહેલા પત્રકારોને જણાવ્યું હતું કે,અમે ખૂબ જ ચિંતિત છીએ કે ભારતના પડોશી દેશોને ચીની લોનનો દુરુપયોગ થઈ શકે છે. બ્લિંકન 1થી 3 માર્ચ દરમિયાન 3 દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી જઈ રહ્યા છે. લુએ કહ્યું હતું કે, અમેરિકા આ ​​ક્ષેત્રના દેશો સાથે પોતાના નિર્ણયો લેવા માટે વાત કરી રહ્યું છે અને કોઈપણ બાહ્ય ભાગીદાર દ્વારા દબાણ ન આવે.

'દેશોએ પોતાના નિર્ણયો લેવા પડશે'

લુએ કહ્યું હતું કે, અમે ભારત સાથે વાત કરી રહ્યા છીએ આ ક્ષેત્રના દેશો સાથે વાત કરી રહ્યા છીએ. અમે તે દેશોને પોતાના નિર્ણય લેવામાં કેવી રીતે મદદ કરી શકીએ. ચીને આ નિર્ણયોમાં દખલ ન કરવી જોઈએ. અગાઉ પાકિસ્તાનના નાણા પ્રધાન ઈશાક ડારે જાહેરાત કરી હતી કે, ચાઈના ડેવલપમેન્ટ બેંક (CDB)ના બોર્ડે દેશને યુએસ 70 કરોડ ડોલરનું લોનને મંજૂરી આપી છે.

  • Follow us on: