- અમેરિકાની સિએટલ પોલીસે ભારતીય વિદ્યાર્થીના મોતની મજાક ઉડાવી
- સિએટલ પોલીસ અધિકારીનું આ કૃત્ય બોડી કેમેરામાં રેકોર્ડ થયું
- તે એક સામન્ય માણસ છે અને 11,000 ડોલરનો ચેક આપી દેજો:ડેનિયર ઓડેરર
અમેરિકાની સિએટલ પોલીસે ભારતીય વિદ્યાર્થીના મોતની મજાક ઉડાવવા અને હસાવવા બદલ તેના એક અધિકારી સામે તપાસ શરૂ કરી છે. સિએટલ પોલીસ અધિકારીનું આ કૃત્ય તેના બોડી કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. સિએટલ પોલીસ વિભાગે આ ઘટનાનો વીડિયો જાહેર કર્યો છે જેમાં અધિકારી ડેનિયર ઓડેરરને વિદ્યાર્થીના મોતની મજાક ઉડાવતા સાંભળી શકાય છે.
ભારતીય જ્હાન્વીના મૃત્યું પર મજાક ઉડાવી
ભારતીય મૂળની વિદ્યાર્થિની જ્હાન્વી કંડુલાનું આ વર્ષે 23 જાન્યુઆરીએ અવસાન થયું હતું. તેને ડેનિયર ઓડેરરના એક સાથીદારની કારે ટક્કર મારી હતી. સિએટલ પોલીસ ઓફિસર્સ યુનિયનના ઉપપ્રમુખ ડેનિયર ઓડેરર યુનિયનના પ્રમુખ સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેણે જ્હાન્વી વિશે કહ્યું હતું કે તે મરી ગઈ છે અને જોર જોરથી હસવા લાગ્યા હતા.
તેણે આગળ હસીને કહ્યું હતું કે, બસ 11 હજાર ડોલરનો ચેક દેજો. ક્લિપના અંતે તેને એમ કહેતા સાંભળવામાં આવે છે કે કોઈપણ રીતે તેણી 26 વર્ષની હતી અને તે એક સામાન્ય માણસ છે.
પોલીસ કમિશને નિવેદન બહાર પાડ્યું
સિએટલ કોમ્યુનિટી પોલીસ કમિશન (CPC)એ વીડિયો જાહેર થયા બાદ સોમવારે એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં ડેનિયર ઓડેરર અને તેના સાથીદાર વચ્ચેની વાતચીતને "હૃદયસ્પર્શી, સંવેદનશીલ અને આઘાતજનક" ગણાવી હતી. CPCએ જણાવ્યું હતું કે, સિએટલના લોકો પોલીસ વિભાગના વધુ સારા લાયક છે કે જે સમુદાય સાથે વિશ્વાસ વધારવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે જવાબદાર છે.
23 જાન્યુઆરી 2023ના રોજ સાઉથ લેક યુનિયનમાં સિએટલ પોલીસ પેટ્રોલિંગ વાહનની ટક્કરથી આંધ્ર પ્રદેશના કુર્નૂલ જિલ્લાના વતની કંડુલાનું મૃત્યુ થયું હતું. સિએટલ પોલીસ વિભાગના નિવેદન અનુસાર, મહિલા રાહદારી ક્રોસવોકમાં પૂર્વથી પશ્ચિમમાં ચાલી રહી હતી ત્યારે તેને વાહને ટક્કર મારી હતી.









