• કાર્ગો પ્લેન બોઈંગ 747 ડ્રીમલિફ્ટર અકસ્માતનો શિકાર બન્યું હતું

  • ચાર્લ્સટન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું
  • લેન્ડિંગ ગિયરમાંથી ધુમાડો નીકળતો જોવા મળે છે

એક પ્લેન ટેક ઓફ કરતા પહેલા જ દુર્ઘટનાનો શિકાર બનવાનું હતું. તેના એક પૈડામાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને તે બહાર નીકળીને રનવે પાસે પડ્યો. આ વ્હીલનું વજન 100 કિલો જણાવવામાં આવી રહ્યું છે. રાહતની વાત એ છે કે તે વ્હીલ વિના જ વિમાને હજારો કિલોમીટર દૂર બીજા દેશના એરપોર્ટ પર સફળ લેન્ડિંગ કર્યું હતું.

આ ઘટના 11 ઓક્ટોબરની છે. કાર્ગો પ્લેન બોઈંગ 747 ડ્રીમલિફ્ટર અકસ્માતનો શિકાર બન્યું હતું. તે ઈટાલીના ટેરેન્ટો એરપોર્ટથી અમેરિકાના ચાર્લ્સટન એરપોર્ટ જઈ રહ્યો હતો. આ દરમિયાન પ્લેનમાંથી એક વ્હીલ નીકળી ગયું અને નીચે પડી ગયું હતું.

[[$googlead]]

લેન્ડિંગ ગિયરમાંથી ધુમાડો નીકળતો જોવા મળે છે

[[$alsoread]]

આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો, જે વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના અંગે સિમ્પલ ફ્લાઈંગ સાથેની વાતચીતમાં બોઈંગે જણાવ્યું હતું કે વિમાને યુએસમાં સુરક્ષિત લેન્ડિંગ કર્યું છે. ડ્રીમલિફ્ટર કાર્ગો વિમાને ઇટાલીના ટેરેન્ટો-ગ્રોટાગલી એરપોર્ટ પરથી ટેક-ઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરનું એક વ્હીલ છૂટુ પડી ગયું હતું.ચાર્લ્સટન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું છે, કંપનીએ જણાવ્યું હતું. આ વિમાન એટલાસ એર દ્વારા સંચાલિત હતું.

ડ્રીમલિફ્ટર પ્લેનમાં 18 પૈડાં છે. વિડિયોમાં, ટેક ઓફ કર્યા પછી તરત જ લેન્ડિંગ ગિયરમાંથી ધુમાડો નીકળતો જોવા મળે છે. આ પછી પ્લેનનું પૈડું બહાર આવે છે અને ધુમાડાના ગોટેગોટા વચ્ચે રનવે પર પડી જાય છે.પ્લેનનું વ્હીલ પાછળથી રનવેના છેડે એક દ્રાક્ષવાડીમાંથી મળી આવ્યું હતું.


  • Follow us on: