• સલીમ ખાન ભારતના બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ટોલીવુડ સાથે હતા સંકળાયેલા
  • સલીમ ખાન સામે ભ્રષ્ટાચારનો કેસ પણ ચાલી રહ્યો હતો
  • ટોલીવુડમાં સલીમની લગભગ 10 ફિલ્મો પ્રોડક્શનના હતી

હિંસાની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશી ફિલ્મ પ્રોડ્યુસર સલીમ ખાન અને તેમના પુત્ર શાંતો ખાનની હત્યા કરવામાં આવી છે. સલીમ ખાન એક નિર્માતા હોવાની સાથે બાંગ્લાદેશના ચાંદપુર ઉપજિલ્લામાં લક્ષ્મીપુર મોડેલ યુનિયન પરિષદના અધ્યક્ષ પણ હતા.

ગુસ્સે ભરાયેલા ટોળાએ માર મારી કરી હત્યા

મળતી માહિતી મુજબ 5 ઓગસ્ટ સોમવારે સલીમ અને શાંતો તેમના ઘરેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારબાદ બલિયા યુનિયના ફરક્કાબાદ માર્કેટમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ તેમની સામે આવી ગયું હતું. તેઓએ પોતાને બચાવવા માટે પિસ્તોલમાંથી ગોળીઓ પણ ચલાવી હતી, પરંતુ તે ફરીથી નજીકના બગરા માર્કેટમાં ટોળાનો સામનો કરવો પડ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, ગુસ્સે ભરાયેલા ટોળાએ સલીમ અને તેના પુત્ર શાંતોને માર મારી હત્યા કરી નાખી હતી.

ભારતીય બંગાળી સિનેમા સાથે પણ જોડાયેલા હતા

સલીમ ખાન ભારતની બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ટોલીવુડ સાથે પણ સંકળાયેલા હતા. તેઓએ ટોલીવૂડના મોટા ફિલ્મ સ્ટાર પૈકીના એક દેવ સાથે ફિલ્મ 'કમાન્ડો' બનાવી હતી, જે રિલીઝ થઈ નહોતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ અનુસાર ટોલીવુડમાં સલીમની લગભગ 10 ફિલ્મો પ્રોડક્શનના અલગ-અલગ તબક્કામાં હતી અને તેમાં ટોલીવુડના મોટા સ્ટાર્સ કામ કરી રહ્યા હતા. ટોલીવુડ સાથે જોડાયેલા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર અરિંદમે સોમવારે જ સલીમ સાથે વાત કરી હતી. સલીમે બાંગ્લાદેશી ફિલ્મ 'તુંગીપારર મિયા ભાઈ'નું નિર્દેશન કર્યું હતું. જે બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાનના જીવન પરથી પ્રેરિત હતી.

સલીમ સામે ચાલી રહ્યો હતો ભ્રષ્ટાચારનો કેસ

સલીમ પર આરોપ હતો કે, તે ઘણા વર્ષોથી ચાંદપુર નેવી બાઉન્ડ્રી પાસે પદ્મા-મેઘના નદીમાંથી રેતીના ગેરકાયદે ખનનમાં સામેલ હતા. જાણવા મળી રહ્યું છે કે, તેણે આ ગેરકાયદેસર ધંધામાંથી ઘણી કમાણી કરી હતી. જોકે, આ કામ માટે તેને સજા પણ થઈ ચૂકી હતીઅને તેની સામે એન્ટી કરપ્શન કમિશન (ACC)માં કેસ પણ ચાલી રહ્યો છે.

ચાંદપુર સદર મોડલ પોલીસ ઓફિસર ઈન્ચાર્જ આપી માહિતી

ચાંદપુર સદર મોડલ પોલીસના ઓફિસર ઈન્ચાર્જ મોહમ્મદ શેખ મોહસીન આલમે કહ્યું કે, અમને સલીમ ખાન અને તેમના પુત્ર શાંતો ખાનના મોતની જાણ થઈ, પરંતુ કોઈએ અમને જાણકારી આપી નથી. અમારી સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે ત્યાં ગયા ન હતા.