- તુર્કીની રાજધાની અંકારામાં પોલીસ હેડક્વાર્ટર પર આતંકી હુમલો થયો
- હુમલામાં એક આત્મઘાતી માર્યો ગયો હતો જ્યારે બીજો સુરક્ષા દળોએ માર્યો
- વિસ્ફોટમાં કેટલા લોકો ઘાયલ થયા અને કેટલા લોકોના મોત થયા
તુર્કીની રાજધાની અંકારામાં પોલીસ હેડક્વાર્ટર પર આતંકી હુમલો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિસ્ફોટ રવિવારે સવારે લગભગ 9 વાગ્યે થયો હતો. આ હુમલામાં એક આત્મઘાતી માર્યો ગયો હતો જ્યારે બીજો સુરક્ષા દળોએ માર્યો હતો. આ વિસ્ફોટમાં કેટલા લોકો ઘાયલ થયા છે અને કેટલા લોકોના મોત થયા છે તે જાણી શકાયું નથી. સાથે તુર્કીમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો છે.
તુર્કીના ગૃહમંત્રી અલી યેર્લિકાયાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે બે આતંકવાદીઓ કોમર્શિયલ વાહન સાથે નેશનલ પોલીસ હેડક્વાર્ટર બિલ્ડિંગની નજીક પહોંચ્યા અને તેમાંથી એકે પોતાને વિસ્ફોટથી ઉડાવી દીધો હતો. તેમણે કહ્યું હતું કે બીજો આતંકવાદી પોલીસ સાથેની અથડામણમાં માર્યો ગયો હતો. આ સિવાય બે પોલીસ અધિકારીઓને પણ થોડી ઈજા થઈ હતી.











