• મ્યાનમારમાં ભૂકંપને લીધે લોકો ઘરબહાર દોડી ગયા
  • ભૂકંપને લીધે કોઈ જાનહાનિ નહીં
  • આજે પાકિસ્તાન અને ચીનમાં ભૂકંપના આંચકા નોંધાયા


મ્યાનમારમાં શનિવારે સવારે નવ વાગ્યાને 25 મિનિટે ધરતીકંપની તેજ આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતાની જો વાત કરીએ તો રિકટર સ્કેલ ઉપર 4.4 નોંધવામાં આવી હતી. ભૂકંપને લીધે લોકો ઘરની બહાર રીતસરના દોડી આવ્યા હતા. જો કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી હાલ કોઈ જાનહાનિના કોઈ અહેવાલ નથી મળ્યાં. નેશનલ સિસ્મોલોજિકલ સેન્ટરે જણાવ્યું કે મ્યાનમારમાં શનિવારે સવારે 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

અમેરિકાના નાયબ વિદેશ મંત્રી ભારત સહિત આ દેશોની મુલાકાત લેશે

પ્રબંધન અને સંસાધનોના રાજ્યના નાયબ સચિવ રિચાર્ડ આર. વર્મા અમેરિકા સાથે સહયોગ મજબૂત કરવા ભારત, માલદીવ અને શ્રીલંકાની મુલાકાત લેશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ જાણકારી આપી છે.

વર્મા 18-23 ફેબ્રુઆરી દરમિયાન ભારત, માલદીવ અને શ્રીલંકાની મુલાકાત લેશે. યુએસ ઈન્ડો-પેસિફિક સ્ટ્રેટેજીની બીજી વર્ષગાંઠ નિમિત્તે, તેમની મુલાકાત મુક્ત, ખુલ્લા, સુરક્ષિત અને સમૃદ્ધ પ્રદેશ માટે યુનાઈટેડ સ્ટેટ્સની કાયમી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરશે.

વિદેશ મંત્રી લિઝ એલેન પણ ભારતની મુલાકાતે જશે

પબ્લિક ડિપ્લોમસીને લઈ વિદેશ મંત્રી લિઝ એલેન 12થી 22 ફેબ્રુઆરી સુધી જોર્ડન, શ્રીલંકા અને ભારતની મુલાકાતે આવશે. અમેરિકી વિદેશ વિભાગ અનુસાર આ યાત્રા જાહેર અને ગઠબંધનોને વધુ મજબૂત કરવા તેમજ વિસ્તાર કરવા અમેરિકાની અતૂટ પ્રતિબદ્ધને વ્યક્ત કરે છે. આ પ્રવાસ અમેરિકી વિદેશ નીતિ અને જાહેર કૂટનીતિ ઉપર પ્રકાષ નાખે છે. જેમ કે અભિવ્યકિતની સ્વતંત્રતા, આર્થિક સશક્તિકરણ અને વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપવું.

  • Follow us on: