- દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની ચેતવણી પણ આપવામાં આવી હતી
- લઘુમતીઓ સાથે વધતા અત્યાચારને લઈ ભારે વિરોધ પ્રદર્શન
- પાકિસ્તાનમાં લઘુમતીઓની હાલત કફોડી બની
પાડોશી દેશ પાકિસ્તાનમાં લઘુમતી સમાજની યુવતીઓના અપહરણ અને ધર્માંતરણના અવારનવાર અહેવાલો સામે આવતા હોય છે. તાજેતરનો મામલો ડેરા મુરાદ જમાલી શહેરનો છે, જ્યાં થોડા દિવસો પહેલા સુક્કુરમાંથી હિન્દુ યુવતી પ્રિયા કુમારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી પોલીસને તેના વિશે કોઈ માહિતી મળી નથી. જેને લઈને હિન્દુ સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમુદાયે તેની વિરુદ્ધ રેલી કાઢી અને હિંસક પ્રદર્શન કર્યું.
ડેરા મુરાદ જમાલીમાં હિંદુ સમુદાયના સભ્યો અને વેપારીઓએ અપહરણની નિંદા કરતા હિંસક વિરોધ કર્યો. મળતી માહિતી અનુસાર, વિરોધીઓએ અપહ્યત કુમારીને શોધવા અને બચાવવામાં નિષ્ફળતા પર નિરાશા વ્યક્ત કરી હતી. હિન્દુ સમુદાયના વરિષ્ઠ નેતાઓએ મુખી માણેક લાલ અને શેઠ તારાચંદની આગેવાની હેઠળ રેલી કાઢી હતી. જેમાં સમાજના વિવિધ ક્ષેત્રના લોકોએ ભાગ લીધો હતો.













