- પ્રેમીને મળવા પાકિસ્તાન ગયેલી અંજુના કેસમાં નવો વળાંક
- અંજુએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો અને કોર્ટ મેરેજ કર્યાઃ પાક. મીડિયા
- અંજુએ તેનું નામ બદલીને ફાતિમા રાખયું છે
પોતાના પ્રેમીને મળવા ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુના કેસમાં નાટકીય વળાંક આવ્યો છે. અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે અંજુ ભારત પરત ફરશે અને લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી. દરમિયાન પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે અંજુએ ઈસ્લામ કબૂલ કરીને લગ્ન કરી લીધા છે.
સીમા હૈદરના ભારત આવવાના કિસ્સા વચ્ચે અચાનક સનસનાટીભર્યા સમાચાર આવ્યા કે રાજસ્થાનના અલવરની ભારતીય મહિલા અંજુ પણ પાકિસ્તાન જતી રહી છે. તે તેના પ્રેમીને મળવા ગઈ હતી. અત્યાર સુધી સમાચાર આવી રહ્યા હતા કે તે લીગલ વિઝા પર પાકિસ્તાન ગઈ છે અને પરત ફરશે. પરંતુ આ દરમિયાન આ સમાચારમાં વધુ એક મોટો 'ટ્વિસ્ટ' આવ્યો છે. ખાનગી ન્યૂઝ અને અન્ય પાકિસ્તાની મીડિયા દાવો કરી રહ્યા છે કે પાકિસ્તાન પહોંચેલી ભારતીય મહિલા અંજુએ ઈસ્લામ સ્વીકારીને કોર્ટમાં લગ્ન કરી લીધા.
અંજુ ફાતિમા બની
આ સ્ટોરીમાં એક નાટકીય વળાંક આવ્યો છે. અંજુ કે જે એક ભારતથી પાકિસ્તાન તેના પ્રેમીને મળવા ગઈ છે. આ મહિલા છે જેણે અલવરથી પાકિસ્તાનના ઉપરી દીર સુધીની મુસાફરી કરી હતી, તેણે ઇસ્લામ ધર્મનો સ્વીકાર્ય કર્યો છે. એટલું જ નહીં, તેમણે તેના પાકિસ્તાની પ્રેમી નસરુલ્લા સાથે લગ્ન કર્યા. હવે તેનું નામ બદલીને ફાતિમા રાખવામાં આવ્યું છે. પાકિસ્તાની મીડિયાએ આ દાવો કર્યો છે.
પહાડોમાં સાથે સમય વિતાવતા જોયા!
અંજુ માન્ય વિઝા પર પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉપરી દીર આદિવાસી જિલ્લામાં નસરુલ્લાને મળવા ગઈ હતી. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નસરુલ્લા સાથે તેના લગ્ન ઔપચારિક રીતે જિલ્લા કોર્ટ, ઉપરી દીરમાં થઈ ગયા છે. આ ઘટનાક્રમમાં દાવો કર્યાના એક દિવસ પછી આવ્યો છે કે તેમની લગ્ન કરવાની કોઈ યોજના નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન કર્યા પછી બંનેએ પહાડી સ્થળોની મુલાકાત પણ લીધી છે, જેમાં તેઓ સાથે જોવા મળે છે. આ દંપતીએ 'અંજુ વેડ્સ નસરુલ્લા' નામનો વીડિયો પણ બહાર પાડ્યો છે. વીડિયોમાં તેઓ તે વિસ્તારના સુંદર હિલ સ્ટેશનોની મુલાકાત લેતા દર્શાવવામાં આવે છે, જ્યારે તેઓ હાથ પકડીને ચાલે છે અથવા એકબીજાની નજીક બેઠા જોવા મળે છે.
પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે અંજુએ ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને નસરુલ્લા સાથે લગ્ન કર્યા. પરંતુ નસરુલ્લાએ પોતે તેનો ઈન્કાર કર્યો છે. ભારતની એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં નસરુલ્લાએ ઘણા સવાલોના જવાબ આપ્યા. નસરુલ્લાએ કહ્યું કે અંજુએ ન તો ઈસ્લામ કબૂલ કર્યો છે અને ન તો બંનેએ લગ્ન કર્યા છે.
અંજુનો મિત્ર પોતાના નિવેદનથી ફરી ગયો
પાકિસ્તાન ગયેલી અંજુને લઈને અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. તેની લેટેસ્ટ તસવીર પણ અનેક સવાલો પૂછી રહી છે. અંજુ અને નસરુલ્લા વચ્ચે શું ચાલી રહ્યું છે? પાકિસ્તાનમાં રહેતી અંજુ અને તેના ફેસબુક ફ્રેન્ડ નસરુલ્લા સાથે ફોન પર વાતચીત થઈ હતી, જેમાં અંજુની મિત્ર ફરી એકવાર પોતાની વાતથી પલટી ગયો છે.
ગઈકાલ સુધી અંજુ સાથે કોઈ પણ પ્રેમના એંગલને નકારનાર નસરુલ્લા હવે કહી રહ્યો છે કે તે અંજુ સાથે લગ્ન કરવા તૈયાર છે. પરંતુ જો અંજુ તૈયાર હોય તો. નસરુલ્લાએ ખુલ્લેઆમ અંજુ પ્રત્યેના પ્રેમનો એકરાર કર્યો હતો. નસરુલ્લાએ ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં અંજુ વિશે આ વાત કહી હતી. તેણે જણાવ્યું કે તે અંજુને ક્યાં ફરવા લઈ ગયો હતો.









