- ઈટાલીના દરિયામાં આવેલા સુંદર ટાપુને 'શાપિત ટાપુ' કહેવામાં આવે છે
- ટાપુ ખરીદનાર અને તેના પરિવારજનો ખરાબ મોતને ભેટયાના બનાવો બની ચૂક્યા છે
- ટાપુ પર સુંદર વીલા હોવા છતાં હજી સુધી તેમાં કોઈ રહી નથી શક્યું
ગેઓલા આઈલેન્ડ દક્ષિણ-પશ્ચિમ ઈટાલીમાં નેપલ્સની ખાડીમાં દરિયાકિનારે સ્થિત છે. તે Tyrrhenian દરિયાના પાણીમાં આવેલો ઘણા સુંદર ટાપુઓમાનો એક છે. આ તેજસ્વી અને સની ટાપુનો ખરાબ ઈતિહાસ છે. જેણે તેને 'શાપિત' પ્રતિષ્ઠા આપી છે. શહેરી દંતકથા અનુસાર, જે પણ ટાપુનો માલિક છે તે ખરાબ નસીબનો ભોગ બને છે. ટાપુના પ્રથમ જાણીતા માલિક લુઇગી નેગ્રી હતા જેમણે 1800ના દાયકાના અંતમાં ટાપુ ખરીદ્યો હતો. તેણે આ ટાપુ પર એક વિલા બનાવ્યો જે આજે પણ ત્યાં છે. ટાપુ ખરીદ્યા પછી તરત જ, તેની બધી સંપત્તિ ગુમાવી દીધી હતી.
આ રીતે શરૂ થયો મૃત્યુનો સિલસિલો...
વર્ષ-1911માં, જહાજના કપ્તાન, ગેસપેર આલ્બેન્ગાએ ટાપુ ખરીદવામાં રસ દર્શાવ્યો હતો પરંતુ તેનું જહાજ પલટી જતાં તેનું મૃત્યુ થયું હતું. ટાપુના આગામી શ્રીમંત માલિક સ્વિસ માણસ, હેન્સ બ્રૌન હતા, જેમણે 1920ના દાયકામાં આ ટાપુ ખરીદ્યો હતો. ટૂંક સમયમાં જ તેમનો કાર્પેટમાં લપેટાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં તેની પત્નીનું દરિયામાં ડૂબી જવાથી મોત થયું હતું. ટાપુના આગામી માલિક, ઓટ્ટો ગ્રુનબેચ, જ્યારે તે ટાપુ પરના વિલામાં રહેતા હતા ત્યારે હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા હતા.
થોડા વર્ષો પછી આ ટાપુ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગપતિ મૌરિસ-યવેસ સેન્ડોઝની માલિકીનો હતો. સેન્ડોઝે 1958માં સ્વિટ્ઝર્લેન્ડની એક માનસિક હોસ્પિટલમાં આત્મહત્યા કરીને પોતાના સમૃદ્ધ જીવનનો અંત આણ્યો હતો. ટાપુના નવા માલિક જર્મન સ્ટીલ ઉદ્યોગપતિ, બેરોન કાર્લ પોલ લેંગહેમ હતા. જ્યારે લેંગહામનો ધંધો નાદાર થઈ ગયો, ત્યારે તેણે આ ટાપુ ફિયાટ ઓટોમોબાઈલના માલિક ગિયાની એગ્નેલીને વેચી દીધો. અહેવાલ મુજબ, જિયાન્ની એગ્નેલીએ ટાપુ ખરીદ્યા પછી, એગ્નેલીએ શ્રેણીબદ્ધ દુર્ઘટનાઓ જોઈ. તેમના ભાઈ અમ્બર્ટો એગ્નેલીનું 1997માં કૅન્સરના કારણે અવસાન થયું હતું.
ત્યારબાદ આ ટાપુ અમેરિકન બિઝનેસ મેગ્નેટ જે. પોલ ગેટીએ તેને ખરીદ્યું હતું. અબજોપતિના પરિવારને શ્રેણીબદ્ધ કરૂણાંતિકાઓનો સામનો કરવો પડ્યો હતો, તેના સૌથી નાના પુત્રનું 12 વર્ષની ઉંમરે મગજની ગાંઠને કારણે મૃત્યુ થયું હતું, જ્યારે તેના મોટા પુત્રએ આત્મહત્યા કરી હતી. તેની બીજી પત્ની, તાલિતા, રોમમાં ડ્રગના ઓવરડોઝને કારણે મૃત્યુ પામી હતી. 1973 માં, ગેટીના ભત્રીજાનું ઇટાલિયન માફિયા દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને 2.2 મિલિયન ડોલરની ખંડણીની માંગણી કરી હતી. ગેટ્ટી પરિવારે નોંધપાત્ર ખંડણી ચૂકવ્યા પછી 16 વર્ષના છોકરાને મુક્ત કરવામાં આવ્યો હતો.
આ ટાપુના છેલ્લા ખાનગી માલિક જીયાનપાસ્ક્વેલે ગ્રેપોન હતા, જે વીમા કંપનીના માલિક હતા. બાદમાં તેને લોન ન ચૂકવવા બદલ જેલમાં મોકલવામાં આવ્યો હતો અને તેની પત્નીનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. 1978માં, જિયોલા ટાપુ ઈટાલીની સરકાર હેઠળ આવ્યો. તે જિયોલાના અંડરવોટર પાર્ક (પાર્કો સોમર્સો ડી જિયોલા)ની નજીક છે, જે સંશોધન અને પર્યાવરણીય શિક્ષણ માટે ઉપયોગમાં લેવાતો 100-એકરનો દરિયાઈ સંરક્ષિત વિસ્તાર છે.