• ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ દરમિયાન આર્જેન્ટિનાએ હમાસ સામે મોટું એક્શન લીધું
  • હમાસ-ઈઝરાયલ વચ્ચે છેલ્લા નવ મહિનાથી ભીષણ યુદ્ધ યથાવત્
  • ઈઝરાયલે ગાઝા સિટીને ખાલી કરવાનો પેલેસ્ટાઈનવાસીઓને આદેશ આપ્યો

મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ જેવી સ્થિતિમાં સાઉથ અમેરિકાના દેશ એવા આર્જેન્ટિનાએ હમાસને આતંકવાદી જૂથ જાહેર કર્યું છે. આ ઉપરાંત આર્જેન્ટિનાએ હમાસની તમામ સંપત્તિઓને જપ્ત કરવાનો આદેશ પણ આપી દીધો છે. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અમેરિકા અને ઈઝરાયલની સાથે આર્જેન્ટિનાને મજબૂતી સાથે જોડવા માગે છે. આ દિશામાં જોરદાર પગલું ભર્યું છે.

આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ કાર્યાલયે ગત સાત ઑક્ટોબરે ઈઝરાયલમાં પેલેસ્ટાઈન જૂથ દ્વારા કરાયેલો હુમલાને ટાંકતા એવી જાહેરાત કરી કે ઈઝરાયલના 76 વર્ષના ઈતિહાસમાં સૌથી ઘાતક હુમલામાનો એક હતો. નિવેદનમાં હમાસથી ઈરાનના ઘનિષ્ઠ સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેને આર્જેન્ટિના દેશમાં યહૂદી સ્થળો પર બે ઘાતક આતંકી હુમલા માટે જવાબદાર ઠેરવી રહ્યું છે.

હમાસનો આરોપ

આ દરમિયાન ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ સતત હમાસના આતંકવાદીઓને ટાર્ગેટ બનાવી રહ્યો છે. ગાઝામાં 70થી વધુ પેલેસ્ટાઈનવાસીઓ માર્યા ગયા છે. આ ઘટનાને લઈ હમાસના એક અધિકારીએ ઈઝરાયલ પર પ્લાનિંગથી લોકોને નરસંહાર કરવાનો આરોપ મૂક્યો છે. હમાસ સરકારના એક અધિકારીએ દાવો કર્યો કે ઈઝરાયલી સૈન્યએ પૂર્વી ગાઝા શહેરમાં હજારો પેલેસ્ટિયનોને પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારોમાં જવાના નિર્દેશ આપ્યા છે અને ત્યાં પહોંચ્યા બાદ તેઓની પર ગોળીઓ ચલાવી હતી.

ગાઝા સિટી ખાલી કરવાનો આદેશ

મહત્ત્વનું છે કે ઈઝરાયલી સૈન્યએ તમામ પેલેસ્ટાઈનવાસીઓને ગાઝા શહેરને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ઈઝરાયલી સેનાએ યુદ્ધગ્રસ્ત ક્ષેત્રના ઉત્તર-દક્ષિણ અને મધ્યમાં નવા પ્રકારે હુમલા શરૂ કર્યા છે જેમાં ડઝન લોકો માર્યા ગયા છે. ઈઝરાયલી સૈન્ય શહેરમાં પેમ્ફલેટ નાખી રહ્યા છે. જેમાં લોકોને દક્ષિણ તરફ જવા સૂચના આપી છે. આ ઉપરાંત કહેવામાં આવ્યું કે ગાઝા સિટી એક ખતરનાક યુદ્ધ ક્ષેત્ર બનેલું રહેશે.

  • Follow us on: