- સરકારે હુમલા સંબંધમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી
- તખતાપલટા પછી થયેલા 1,652 હવાઈ હુમલામાં 936 નાગરિકો હણાયા
- હુમલામાં કેટલાક બાળકો સહિત 25 મુસ્લિમ રોહિંગ્યા માર્યા ગયા
પિૃમ મ્યાંમારમાં સૈન્ય સોમવારે મોડીરાતે થયેલા હવાઈ હુમલામાં કેટલાક બાળકો સહિત 25 મુસ્લિમ રોહિંગ્યા માર્યા ગયા હતા. હવાઈ હુમલામાં 25 લોકો ઘાયલ પણ થયા હતા. સ્થાનિક મીડિયાએ આ જાણકારી આપી છે. સંયુક્ત રાષ્ટ્રના વડાએ સૈન્ય હુમલા પરત્વે ચિંતા જાહેર કરી છે. મ્યાંમારના રખાઇન રાજ્યમાં મિનબ્યા ટાઉનશિપની ઉત્તરે આવેલા થાડા ગામ પર આ સૈન્ય હવાઈ હુમલો થયો હતો. સૈન્ય સરકારે આ હુમલા સંબંધમાં હજી કોઈ પ્રતિક્રિયા આપી નથી. સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસે આ ઘટના પરત્વે દુઃખ જાહેર કરતાં કહ્યુ હતું કે મ્યાંમારની સ્થિતિ કથળી રહી છે. ગુટરેસના પ્રવક્તાએ કહ્યું કે યુએનના વડા તમામ પ્રકારની હિંસાની ટીકા કરે છે. યુએન વડાએ નાગરિકોની સુરક્ષાને કાયમ કરીને અને હિંસાને ખતમ કરવા પુનઃ આહ્વાન કર્યું હતું. ફેબ્રુઆરી 2021માં આંગ સાન સૂની સરકાર પાસેથી સેન્યે સત્તા આંચકી લીધી તે પછી મ્યાંમારની સરકાર જનતા દ્વારા થઈ રહેલા સશસ્ત્ર સંઘર્ષનો મુકાબલો કરવા હવાઈ હુમલા વધારી રહી છે. સેનાએ 2021માં તખતાપલટો કર્યા પછી થયેલા 1,652 હવાઈ હુમલા 936 નાગરિકોનો ભોગ લઈ ચૂક્યા છે અને 878 ઘાયલ થયા છે. તે હવાઈ હુમલામાં 137 ધાર્મિક ઇમારતો,76 શાળાઓ અને 28 હોસ્પિટલની ઇમારતોને નુકસાન પહોંચી ચૂક્યું છે.
મૃતકોમાં છ બાળકોનો સમાવેશ










