- અમેરિકી કોંગ્રેસ મહિલા સાંસદે નરેન્દ્ર મોદીના સંબોધનનો કર્યો બહિષ્કાર
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ધાર્મિક લઘુમતીઓ પર અત્યાચાર કર્યો છે: ઇલહાન ઓમર
- હું મોદીના ભાષણમાં હાજરી આપીશ નહીં:ઇલહાન ઓમર
અમેરિકી કોંગ્રેસ મહિલા સાંસદ ઇલ્હાન અબ્દુલ્લાહી ઓમરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનનો બહિષ્કાર કર્યો છે. તેમણે ટ્વિટ કરીને નરેન્દ્ર મોદીને ધાર્મિક લઘુમતીઓ પર અત્યાચાર કરનારા નેતા ગણાવ્યા છે.તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ધાર્મિક લઘુમતીઓ પર અત્યાચાર કર્યો છે. હિંસક હિંદુ રાષ્ટ્રવાદી જૂથોએ તેમનો સ્વીકાર કર્યો છે. તેમની સરકારે પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓને નિશાન બનાવ્યા છે. હું મોદીના ભાષણમાં હાજરી આપીશ નહીં.
નરેન્દ્ર મોદીના સંબોધનનો બહિષ્કાર કર્યો
