• ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ યથાવત
  • યુદ્ધનું કવરેજ કરી રહેલા પત્રકારો પર હુમલો
  • આ યુદ્ધમાં હજારો લોકોને કાળ ભરખી ગયો

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઈઝરાયેલમાં 1,300થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે ઈઝરાયેલના જવાબી હવાઈ હુમલામાં ગાઝામાં 1,530થી વધુ લોકો માર્યા ગયા છે. ઈઝરાયેલે દાવો કર્યો છે કે ઈઝરાયેલની અંદર લગભગ 1500 હમાસ આતંકવાદીઓ માર્યા ગયા છે. યુદ્ધનું કવરેજ કરી રહેલા પત્રકારો પરના હુમલામાં પણ વધારો થયો છે. 

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ BBCએ દાવો કર્યા છે કે, ઈઝરાયેલ પોલીસે BBCના પત્રકારોને કલાકો સુધી ગન પોઈન્ટ પર રાખ્યા હતા. હમાસ સાથે ઇઝરાયેલના યુદ્ધને કવર કરી રહેલા પત્રકારોના એક જૂથને રાજધાની તેલ અવીવમાં ઇઝરાયલી પોલીસ દ્વારા બંદૂકની અણી પર રાખવામાં આવ્યા હતા અને હુમલો કરવામાં આવ્યો હતો. બ્રિટિશ ન્યૂઝ નેટવર્કે સમગ્ર ઘટનાને લઇ જણાવ્યું હતું કે,  આ ઘટના ગુરુવારે રાત્રે બની હતી જ્યારે 3 પત્રકારોની ટીમ કારમાં તેમની હોટલ તરફ જઈ રહી હતી. કાર પર પ્રેસ લખેલું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, તેમ છતાં કારને રોકી દેવામાં આવી હતી.

વીડિયો બનાવવાની કોશિશ કરી, પછી ફોન જમીન પર ફેંકી દીધો

પોલીસે ટીમને રોકી અને અંદર બેઠેલા તમામ પત્રકારોને બળજબરીથી બહાર કાઢ્યા અને પત્રકારોની પાસે હથિયાર છેકે નહીં તેને લઇ શોધખોળ કરવામાં આવી અને એક પત્રકારને દિવાલ તરફ ધકેલી દેવામાં આવ્યો હતા. પત્રકારે જણાવ્યું હતું કે જ્યારે અમે આ ઘટનાનો વીડિયો બનાવાનો પ્રયાસ કર્યો ત્યારે એક પોલીસ અધિકારીએ તેનો ફોન જમીન પર ફેંકી દીધો હતો.

અગાઉ પણ પત્રકારો પર હુમલો કરવામાં આવ્યો

ઇઝરાયેલ-ગાઝામાં થયેલા યુદ્ધ અંગે પત્રકારો મુક્તપણે અહેવાલ આપવા સક્ષમ હોવા જોઈએ. બીજી તરફ ઈઝરાયેલ પોલીસ પ્રવક્તા દ્વારા આ આરોપો પર કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા શુક્રવારે દક્ષિણ લેબનોનમાં ગોળીબાર બાદ ઈઝરાયેલ પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે, જેમાં રોઈટર્સના એક વીડિયોગ્રાફરનું મોત થયું હતું અને અન્ય 6 પત્રકારો ઘાયલ થયા હતા. પત્રકારોએ પોતાને પ્રેસના સભ્યો તરીકે ઓળખાવતા જેકેટ પહેર્યા હોવાનું કહેવાય છે.

  • Follow us on: