- ઓસ્ટ્રેલિયાા ક્વિન્સલેન્ડમાં સોમવારે પરોઢિયે એક હેલિકોપ્ટર હોટલની છત પર ક્રેશ થયું
- હેલિકોપ્ટરમાં આગ લાગ્યા બાદ પાયલોટનું મોત થયું
- ફાયર અને પોલીસ જવાનોને હોટલમાંથી 400 લોકોને બહાર કાઢી તમામનો જીવ બચાવ્યો
ઓસ્ટ્રેલિયાા ક્વિન્સલેન્ડમાં સોમવારે પરોઢિયે એક હેલિકોપ્ટર હોટલની છત પર તૂટી પડયું હતું. જેના લીધે હેલિકોપ્ટરમાં સવાર એક પાયલટનું મોત થયું હતું. હેલિકોપ્ટરમાં આગ લાગવાથી હોટલમાંથી આશરે 400 લોકોને બહાર કાઢવામાં આવ્યાં હતાં. જ્યારે હોટલમાં રોકાયેલા એક દંપતીને હોસ્પિટલમાં દાખલ કરવું પડયું હતું. મૃતક પાયલોટની હજી સુધી ઓળખ નથી થઈ શકી. ઘટનાસ્થળે પોલીસ અને ફાયર વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમ્યાન એક અધિકારીએ જણાવ્યું કે, હેલિકોપ્ટર કયા હેતુથી ઉડયું અને કેર્ન્સ એરપોર્ટથી સહેલાણીઓને લઈ જતા હેલિકોપ્ટરને ઉડવા માટે કોણે મંજૂરી આપી હતી.
https://twitter.com/MarioNawfal/status/1822771983265812793
હોટલમાં ધૂમાડો ફેલાયો
ક્વિન્સલેન્ડ પોલીસ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, આગ લાગવાના કારણે હોટલમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો જેનાથી અહીં રોકાયેલા એક દંપતીને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જેથી આ દંપતીને તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. સારવાર બાદ આ દંપતીને રજા આપી દેવામાં આવી હતી. હોટલની આસપાસના વિસ્તારમાં કોઈ અન્ય જાનહાનિ થવાની સૂચના પોલીસ વિભાગને નહોતી મળી. જે વ્યકિત હેલિકોપ્ટલ ઉડાડી રહ્યો હતો તેની પાસે પાયલોટનું લાયસન્સ હતું કે નહીં તે વહીવટી તંત્ર દ્વારા તપાસ શરૂ કરાઈ છે.
સામે આવી એક મોટી વાત
એક સરકારની અધિકારીના દાવા પ્રમાણે હવે કોઈ ખતરો નથી અને અમારું માનવું છે કે, આ એકલી ઘટના જ હતી. હેલિકોપ્ટરની ખાનગી કંપનીએ લેખિત નિવેદનમાં જણાવ્યું કે હેલિકોપ્ટરને ગેરકાયદે રીતે ઉડાડવામાં આવ્યું હતું પરંતુ આ અંગે કોઈ વિગત નથી આપવામાં આવી. એરપોર્ટના અધિકારીએ જણાવ્યું કે શરૂઆતના તારણોથી જાણવા મળે છે કે એરપોર્ટના સુરક્ષા વ્યવસ્થા અથવા બીજી કોઈ ચુક સામે આવી નથી.
