• ઓસ્ટ્રેલિયન પીઆર વિશે કેવી રીતે અરજી કરવી તે જાણો
  • ઓસ્ટ્રેલિયામાં કાયમી વસવાટના ફાયદા શું છે જાણો
  • ઓસ્ટ્રેલિયા પીઆર પ્રોસેસની એપ્લિકેશનની સ્થિતિ આ રીતે કરો ટ્રેક

ઓસ્ટ્રેલિયન પરમેનન્ટ રેસીડેન્સી એ 2024 માં ભારતીય વ્યાવસાયિકો દ્વારા ઓનલાઈન સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી વિઝા પ્રક્રિયાઓમાંની એક છે. ઓસ્ટ્રેલિયન પીઆર માટે અરજી કરવાની પ્રક્રિયા ઘણા વર્ષોથી મોટાભાગે એકસરખી રહી છે. પરંતુ પોઈન્ટ જરૂરિયાતો, ક્વોટા અને માંગ બદલાય છે.

ઓસ્ટ્રેલિયન પીઆર વિશે કેવી રીતે અરજી કરવી તે જાણો

ઓસ્ટ્રેલિયન પીઆર વિઝા શું છે?

ઓસ્ટ્રેલિયા પીઆર (કાયમી નિવાસ) વિઝા એ એક પ્રકારની પરમિટ છે જે વ્યક્તિઓને ઓસ્ટ્રેલિયામાં અનિશ્ચિત સમય માટે રહેવા, કામ કરવા અને અભ્યાસ કરવાની મંજૂરી આપે છે. આ સૌથી વધુ માંગવામાં આવતી વિઝા કેટેગરી છે. આ એટલા માટે છે કારણ કે તે ઓસ્ટ્રેલિયાની હેલ્થકેર સિસ્ટમની એક્સેસ, સામાજિક સુરક્ષા લાભો, આશ્રિતો સાથે મુસાફરી અને ઘણા વધુ સહિત ઘણા લાભો પ્રદાન કરે છે.

ઓસ્ટ્રેલિયામાં કાયમી વસવાટના ફાયદા શું છે?

  1. દેશના કોઈપણ ભાગમાં રહેવા, કામ કરવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા
  2. પરિવારના સભ્યોને તેમની સાથે આવવાની સત્તાવાર પરવાનગી
  3. ચોક્કસ વય સુધીના બાળકો માટે મફત શિક્ષણ
  4. કાયમી રહેણાંકના દરજ્જા માટે સંબંધીઓને સ્પોન્સર કરવાની પાત્રતા
  5. પોતાના અને પરિવાર માટે કામ અને સ્વાસ્થ્ય લાભ

ઓસ્ટ્રેલિયન પીઆર માટે લાયકાત શું છે?

પોઈન્ટ રિક્વારમેન્ટ: તમારે માર્ક્સ ગ્રીડ પર ઓછામાં ઓછા 65 પોઈન્ટ્સની જરૂર પડશે.

એજ લિમિટ: પાત્ર બનવા માટે તમારી ઉંમર 45 વર્ષથી ઓછી હોવી જોઈએ.

લેન્ગવેજ: અંગ્રેજી પર સારી કમાન્ડ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અંગ્રેજી ભાષાની પરીક્ષામાં સ્કોર જરૂરી રહેશે.

સ્કિલ અસેસમેન્ટ: તમારા કાર્ય અને શિક્ષણના અનુભવનું મૂલ્યાંકન કરવાની અપેક્ષા રાખો.

ઓક્યુપેશન નોમિનેશન: તમારી નોકરી ઓસ્ટ્રેલિયાની માંગ સૂચિમાં છે.

હેલ્થ એન્ડ કેરેક્ટર: તમારે સારું સ્વાસ્થ્ય અને ચારિત્ર્ય જાળવવું પડશે.

ઓસ્ટ્રેલિયા પીઆર પ્રોસેસની એપ્લિકેશનની સ્થિતિ આ રીતે કરો ટ્રેક

  1. VEVO ઓસ્ટ્રેલિયાના ઓફિશિયલ પેજ પર જાઓ.
  2. VEVO સાથે તમારી વિઝા વિગતો તપાસો' બટન પર ક્લિક કરો. એક પૂછપરછ સ્ક્રીન ખુલશે.
  3. આમાં જરૂરી ફીલ્ડ્સમાં ટીઆરએન નંબર અથવા ટ્રાન્ઝેક્શન રેફરન્સ નંબર/વિઝા ગ્રાન્ટ નંબર/વિઝા એવિડન્સ નંબર/પાસવર્ડ અને અન્ય વિગતો દાખલ કરવી પડશે.
  4. કોલમમાં તમારી જન્મ તારીખ, પાસપોર્ટ નંબર અને દેશની વિગતો ભરો.
  5. બધી વિગતો તપાસો અને ચેકબોક્સ પર ક્લિક કરતા પહેલા સૂચનાઓને ધ્યાનપૂર્વક વાંચો.
  6. તમારી વિગતોને બે વાર તપાસ્યા પછી, 'સબમિટ' બટન પર ક્લિક કરો.
  7. જો તમને કોઈ ભૂલ જણાય, તો ફરીથી માહિતી દાખલ કરવા માટે 'ક્લીયર' બટન પર ક્લિક કરો.
  8. છેલ્લે જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારી અરજી મોકલો અને તેની પ્રિન્ટ લો.

Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.

  • Follow us on: