• પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં દાયકાઓથી સૈન્યનો વિરોધ થતો આવ્યો છે
  • બલૂચિસ્તાનમાં રહેલા કુદરતી સંશાધનનો લાભ સ્થાનિકોને ન મળતો હોવાનો આરોપ
  • છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન સૈન્ય અને સરકાર વિરુદ્ધ બલૂચિસ્તાનનું ઉગ્ર પ્રદર્શન


પાકિસ્તાનનું બલૂચિસ્તાન ફરી એકવાલ અજંપામાં જીવી રહ્યું છે. માનવાધિકારોના ઉલ્લંઘન અને તેઓના વિસ્તારમાં કુદરતી સંશાધનોના દોહન વિરુદ્ધ રાજ્યના લોકો સતત ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આરોપ છે કે 27 જુલાઈએ શાંતિથી પ્રદર્શન કરી રહ્યા છે. લોકો પર પાકિસ્તાની સૈન્યએ કડક પગલાં લેતા પ્રદર્શન વધુ હિંસક બની ગયું છે. 28 જુલાઈએ એક શાંતિપૂર્ણ રેલી યોજાઈ હતી પરંતુ પાકિસ્તાન સૈન્ય આશરે બે અઠવાડિયાથી લોકોને ત્યાં જતા રોકી રહી હતી. આરોપ છે કે ગત ત્રણ દિવસમાં એક હજાર લોકોની ધરપકડ કરાઈ અને તેઓના વિશે કોઈ જાણકારી નહોતી અપાઈ. 

https://x.com/i/status/1818288411523830185   

ચીનને લીધે બલૂચિસ્તાન સાથે છેતરપિંડી

પાકિસ્તાન આ વિસ્તારનું દોહન કરી ખૂબ નફો રળી રહ્યું છે પરંતુ આનો ફાચદો બલૂચિસ્તાન અથવા અહીં રહેતા લોકોને બિલ્કુલ નથી મળી રહ્યો. બલૂચિસ્તાનના લોકોએ હંમેશા પાકિસ્તાન અને તેની સેનાના ખરાબ ઈરાદાને લીધે હેરાન છે. ગત કેટલાક દિવસોથી બલૂચિસ્તાનમાં એકવાર ફરી પાકિસ્તાન વિરુદ્ધ ગુસ્સો ફૂટી નીક્ળ્યો છે. 

પાકિસ્તાનના સૌથી મોટા સુબોમાંના એક બલૂચિસ્તાન સતત પાકિસ્તાન સૈન્ય અને તેની દમનકારી નીતિઓનો સામનો કરી રહી છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ આ પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે. અને આની વસ્તી આશરે દોઢ કરોડ છે. ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદ સાથે મળતા આ ક્ષેત્રમાં ખૂબ કુદરતી સંશાધન છે. ગૅસ, તાંબુ, સોનું અને કોલકાનો ભંડારથી ભરેલા આ રાજ્યની આર્થિક સ્થિતિ એકદમ ડામાડોળ છે. 

વાતચીતથી સમાધાનની માંગ

મળતી માહિતી મુજબ નેશનલ પાર્ટીના કાર્યકરે જણાવ્યું કે તેઓની પાર્ટી શાંતિથી વિરોધના અધિકારનું સમર્થન કરી રહી છે. વળી નફરતને પ્રોત્સાહન આપનાર તમામ પ્રકારની હિંસા વખોડે છે. તેઓએ આ વાત પર ભાર મૂકયો કે બલૂચિસ્તાન સંકટના સમાધન માટે સામૂહિત પ્રયાસની જરૂર છે. ઘણા પાકિસ્તાની નેતા બલૂચિસ્તાનની સમસ્યાને રાજકીય માને છે. અે તેઓ ચર્ચાની માંગ કરતા રહે છે. જ્યારે પાકિસ્તાનનું કહેવું છે કે તેઓ બલૂચિસ્તાનમાં ભાગલાવાદીઓના વિરુદ્ધ લડાઈ લડી રહ્યા છે.

 દાયકાઓ જૂનો બલોચ સંઘર્ષનો ઈતિહાસ

પાકિસ્તાનમાં આઝાદ બલૂચિસ્તાન સંઘર્ષ દાયકાઓ જૂનો છે. આને લઈ પ્રથમ લડાઈ ભાગલા પછી તરત વર્ષ-1948માં થઈ. ત્યારબાદ 1958, 1959, 1962, 63, 77ના સમયમાં સંઘર્ષ રહ્યો. હાલ ભાગલાવાી સંઘર્ષનો વર્ષ-2023થી શરૂ થયો છે. તાજેતરના દિવસોમાં આમાં તેજી જોવા મળી રહી છે. એક વધુ પાકિસ્તાની સૈન્ય આઝાદ બલૂચિસ્તાનની માંગ કરનાર વિરુદ્ધ લડાઈ લડી રહ્યા છે. જ્યારે બીજી તરફ કટ્ટરપંથી સુન્ની સંગઠન અહીં લઘુમતી હિંદુઓ અને શિયાઓ વસ્તી પર હુમલા કરી રહ્યા છે.

બલૂચિસ્તાનમાં સંઘર્ષમાં રહેલા સંગઠોનોની વાત જાણીએ તો બલૂચિસ્તાન લિબરેશન આર્મી સૌથી વધુ આગળ રહી છે. જયારે બલૂચિસ્તાન લિબરેશન ફ્રંટ. બલોચ આર્મી લશ્કર-ઐ-બલૂચિસ્તાન જેવા સંગઠનો બલૂચિસ્તાનની આઝાદીની માંગ કરતા રહ્યા છે.