- અલ ફલાહ રોડ પરની મદીના મસ્જિદની પાસે થયો વિસ્ફોટ
- લોકો ઈદ મિલાદ-ઉન-નબીના અવસરે થયા હતા એકઠા
- આ હુમલાને આત્મઘાતી વિસ્ફોટ હોવાની શક્યતા ગણાવાઈ
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક બોમ્બ બ્લાસ્ટ થયો જેમાં 20 લોકોના મોત થયાના સમાચાર છે. મૃતકોમાં પોલીસ દળના કેટલાક લોકો પણ સામેલ છે. અન્ય કેટલાક લોકો ઘાયલ થયાનું સામે આવ્યું છે. આ જાણકારી સામે આવી ત્યારે જાણવા મળ્યું કે મસ્તુંગમાં અલ ફલાહ રોડ પરની મદીના મસ્જિદની પાસે વિસ્ફોટ થયો છે. આ ઘટના ત્યારે બની જ્યારે લોકો ઈદ મિલાદ-ઉન-નબીના અવસરે એક જુલુસમાં ભાગ લેવા અહીં એકઠા થયા હતા.
મસ્તુંગના એસએસપી શોએબ મસૂદે કહ્યું કે હુમલામાં 20 લોકોના મોત થયા છે તો 50 લોકો ઘાયલ થયા છે. તેમના આધારે પોલીસ તપાસ કરી રહી છે. આ હુમલાને આત્મઘાતી વિસ્ફોટ હોવાની શક્યતા ગણાવાઈ રહી છે. જો કે આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી.










