- વિરોધ પ્રદર્શનકારીઓએ પીએમ શેખ હસીના સાથે વાતચીતનો કર્યો ઈનકાર
- તાજેતરમાં બાંગ્લાદેશમાં અનામત આંદોલનમાં 150થી વધુ લોકોનાં મોત થયા હતા
- બાંગ્લાદેશની સુપ્રીમે અનામત ક્વોટામાં કાપ મૂકવાના ચુકાદો આપ્યો છતાં વિરોધ શરૂ થયો
પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર અનામતને લઈ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ થયું છે. શનિવારે બાંગ્લાદેશમાં વિરોધને લીધે તણાવ વધ્યો છે. આંદોલન કરતા વિદ્યાર્થીઓએ વડાપ્રધાન શેખ હસીના સાથે વાતચીત કરવાનું આમંત્રણ નકારી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં અનામત વિરોધી પ્રદર્શન થઈ રહ્યું છે આમાં 150થી વધુનાં મોત થઈ ચુક્યા હતા. શનિવારે વિરોધ પ્રદર્શનકારીઓએ રાજધાની ઢાકામાં મુખ્ય માર્ગો પર ચક્કાજામ કર્યો હતો.













