• બાંગ્લાદેશમાં અત્યારે ઈમરજન્સી કરતા બદ્દતર સ્થિતિ
  • બાંગ્લાદેશમાં હિંસા રોકાવાનું નામ નથી લઈ રહી
  • બાંગ્લાદેશમાં હિંદુ ગાયક રાહુલ આનંદના ઘરે લૂંટફાટ અને આગચંપી

બાંગ્લાદેશમાં શેખ હસીનાના રાજીનામા પછી આખા દેશમાં ઈમરજન્સી કરતાં પણ વધુ બદ્દતર સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. આટલું ઓછું હોય તેમ બાંગ્લાદેશમાં રહેતા હિદુંઓ પર હિંદુઓના ઘર પર હુમલામાં સતત વધારો થઈ ગયો છે. બાંગ્લાદેશમાં હિંસા રોકાવાનું નામ નથી લઈ રહી. ગત રોજ બાંગ્લાદેશમાં સરકારની રચનાના દિવસે પણ આખા દેશમાં ઠેર-ઠેર હિંદુઓના ઘર પર હુમલા થવાની ઘટનાઓ સામે આવી. હિંદુઓના ઘરોને ટાર્ગેટ કરવામાં આવ્યા. આ દરમિયાન હિંદુઓના ઘરે લૂંટફાટ થઈ રહી છે તેમજ તેઓની હત્યાનો સીલસીલો પણ યથાવત્ છે.
https://www.instagram.com/reel/C-VewvCSjsR/?utm_source=ig_web_copy_link 

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશમાં હિંદુઓ સાથે થઈ રહેલા અત્યાચારના વીડિયો સતત આવી રહ્યા છે. ઘણા વીડિયોમાં હિંદુઓને માર મારતા અને મંદિરોમાં આગચંપી કરતા જોવા મળી રહ્યા છે. બાંગ્લાદેશમાં લઘુમતીઓની સાથે શેખ હસીનાની પાર્ટી સાથે સંકળાયેલા નેતાઓને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. અવામી લીગ સાથે જોડાયેલ ઘણા નેતાઓના ઘરને આગને હવાલે કરી દેવામાં આવ્યા છે.

આખું બાંગ્લાદેશ હિંસાથી સળગી રહ્યું છે. ઈસ્લામી કટ્ટરવાદી શક્તિઓએ પ્રસિદ્ધ બાંગ્લાદેશી હિંદુ ગાયક રાહુલ આનંદનું ઢાકામાં આવેલું 140 વર્ષ જૂના ઘર પર હુમલો કર્યો. આ દરમિયાન અસાજિક તત્વોના ટોળાએ હિંદુ ગાયકના ઘરમાં આગચંપી કરી જેમાં ત્રણ હજારથી વધુ વાદ્યયંત્રો સળગીને રાખ થઈ ગયા હતા. આગ લગાવતા પહેલા હિંદુ ગાયકના ઘરમાં સામાન અને રાચરચીલાની લૂંટ કરાઈ. આ દરમિયાન હિંસકી ટોળાને જોતા ગાયકના પરિવારે ત્યાંથી પલાન થઈ પોતાનો જીવ બચાવ્યો હતો. બાંગ્લાદેશમાં આતંક ફેલાવતા ટોળાએ હિંદુઓના ઘરથી સામાનની પેટભરીને લૂંટ કરી રહ્યા છે.

બાંગ્લાદેશમાં હિંદુ ગાયકના ઘરે લૂંટફાટ અને આગચંપી
બાંગ્લાદેશથી આવતા રિપોર્ટ પ્રમાણે રાહુલ આનંદનું ઘર સાંસ્કૃતિક કેન્દ્ર હતું. તેમાં લૂંટ મચાવી અને આગચંપી કરી નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. રાહુલ આનંદ સાથે સંકળાયેલા લોકો અને પરિવાર આ આઘાતમાં છે અને તેઓ અંડર ગ્રાઉન્ડમાં શરણ લીધેલી છે. જે અંગે થોડા જ લોકોને જાણકારી છે. બાંગ્લાદેશમાં ફિલ્મ અભિનેતા શાંતો ખાન અને તેના પિતા સલીમ ખાને પણ ટોળાએ માર મારીને હત્યા કરી નાખી. શાંતો ખાનના પિતા ફિલ્મ નિર્માતા અને ડાયરેક્ટર હતા. સલીમ ખાને શીખ હસીનાના પિતા મુજીબુર રહેમાન પર બનેલી ફિલ્મના પ્રોડયુસર હતા. શાંતોખાન અને તેના પિતાના મોત પછી બાંગ્લા ચલચિત્રએ સોશિયલ મીડિયાથી જાણકારી આપી હતી.

બાંગ્લાદેશી અભિનેતાને ટાળોએ માર માર્યો
મળતી માહિતી અનુસાર, શાંતો ખાન અને તેના પિતા સલીમને સોમવારે બપોરે પોતાના ઘરે જતી વખતે ફરક્કાબાદ બજારમાં અસામાજિક તત્વોએ ટાર્ગેટ પર લીધા હતા જો કે શરૂઆતના ગાળામાં પોતાનીા પોતાના હથિયારોથી જીવ બચાવ્યો પરંતુ પછી ટોળાએ તેઓને ઢોરમાર મારી હત્યા કરી નાંખી હતી.

બાંગ્લાદેશના 10 મંદિર પર હુમલા અને આગચંપી
બાંગ્લાદેશથી આવી રહેલા રિપોર્ટ પ્રમાણે સોમવાર અને મંગળવારે હિંસામાં કુલ 97 સ્થળો પર હિંદુઓ અને લઘુમતીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન હિંદુઓના ઘર અને દુકાનોમાં ભારે લૂંટફાટ કરવામાં આવી અને આગચંપી કરી દેવામાં આવી. ઓછામાં ઓછા 10 હિંદુ મંદિર પર પણ હુમલા કરાયા. બાગેરહાટમાં એક વ્યકિતને ઢોરમાર મારીને તેની હત્યા નિપજાવવામાં આવી હતી.

બાંગ્લાદેશના આ જિલ્લાઓમાં હિંદુઓ પર હુમલા
મળતી માહિતી અનુસાર, બાંગ્લાદેશના પંચગઢ, દિનાજપુર, બોગુરા, રંગપુર, શેરપુર, કિશોરગંજ, સિરાજગંજ, મુગરા, નરૈલ, પશ્ચિમ જશોર, પટુઆખલી, દક્ષિણ-પશ્ચિમ ખુલના, મધ્ય નરસિંગડી, સતખીરા, તંગૈલ, ફેની ચટગાંવ, ઉત્તર-પશ્ચિમ લક્ખીપુર તેમજ હબીગંજ જેવા સ્થળો પર ભીડનો આતંક યથાવત્ છે. આ સ્થળો પર ઈસ્લામી કટ્ટુરવાદી હિંદુઓ પર જીવલેણ હુમલા કરી રહ્યા છે અને તેની સંપત્તિઓને લૂંટી રહ્યા છે.