- અકસ્માતમાં 2000થી વધુ શેલ્ટર હોમ નષ્ટ થઇ ગયા
- કેમ્પમાં કેટલાંક લોકો ગુમ હોવાનું કહેવાય છે
- આગ કુતુપાલોંગ વિસ્તારમાં લાગી હતી
બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થીઓ માટે બનાવામાં આવેલા રિફ્યુજી કેમ્પવાળા વિસ્તારમાં આગ લાગી ગઇ. અકસ્માતમાં 2000થી વધુ શેલ્ટર હોમ નષ્ટ થઇ ગયા. આ દરમ્યાન કોઇની જાનહાનિ થઇ નથી. જો કે કેટલાંક લોકો ગુમ હોવાનું કહેવાય છે. લોકોનું કહેવું છે આગે તેમની પાસેથી બધુ છીનવી લીધું. આગ લાગવાનું કારણ અકબંધ છે.
બાંગ્લાદેશના રિફ્યુજી કમિશ્નર મિજાનુર રહેમાને કહ્યું કે આગ કુતુપાલોંગ વિસ્તારમાં લાગી હતી. અહીં સૌથી વધુ શરણાર્થી રહે છે. 12000થી વધુ લોકો બેઘર થઇ ગયા છે. હવે આ ઘટનાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. તેમાં આગ લાગ્યા બાદ ભાગદોડ, ધુમાડાના ગોટેગોટા અને તબાહી દેખાય રહી છે.
