બાંગ્લાદેશમાં ફરી એકવાર અરાજકતા સર્જાઈ છે. લઘુમતી સમુદાય, ખાસ કરીને હિન્દુ સમુદાયને લઈને હોબાળો થઈ રહ્યો છે. ઈસ્કોન મંદિર સહિત હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઈસ્કોન મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે. ઈસ્કોન મંદિર સાથે સંકળાયેલા 17 લોકોના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. મંદિરના પૂર્વ સભ્ય ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુનું બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવ્યું છે.
બાંગ્લાદેશ હાઈકોર્ટે ઈન્ટરનેશનલ ક્રિષ્ના ચેંતા સોસાયટી (ઈસ્કોન) પર પ્રતિબંધ મૂકવાની અરજીને ફગાવી દીધા બાદ આ કાર્યવાહી કરવામાં આવી
બાંગ્લાદેશ હાઈકોર્ટે ઈન્ટરનેશનલ ક્રિષ્ના ચેંતા સોસાયટી (ઈસ્કોન) પર પ્રતિબંધ મૂકવાની અરજીને ફગાવી દીધા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ પછી ચિન્મય પ્રભુને તમામ પદો પરથી હટાવી દેવામાં આવ્યા હતા. આ પછી, બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં, ટોળાએ 3 હિન્દુ મંદિરો શાંતેશ્વરી માતા મંદિર, શનિ મંદિર અને શાંતનેશ્વરી કાલીબારી મંદિરમાં તોડફોડ કરી. હિંદુઓ પર પથ્થરમારો કરીને લોહી વહાવ્યું હતું. આ પછી ચિન્યમ પ્રભુની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો.
ચિન્મય પ્રભુને જામીન મળ્યા ન હતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે બાંગ્લાદેશ પોલીસે હિંદુ આધ્યાત્મિક સંગઠન ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા ચેતના (ઈસ્કોન)ના વધુ 2 પૂજારીઓની ધરપકડ કરી છે. ઈસ્કોન કોલકાતાના પ્રવક્તા રાધારમણ દાસે શનિવારે (30 નવેમ્બર) આ દાવો કર્યો હતો. ધરપકડ કરાયેલા પૂજારીઓની ઓળખ રૂદ્રપ્રોતિ કેસબ દાસ અને રંગનાથ શ્યામા સુંદર દાસ તરીકે થઈ છે. જ્યારે તે ચિન્મય પ્રભુને મળવા જેલમાં ગયા ત્યારે તે પકડાયા હતા.
મંદિરના પૂર્વ સભ્ય ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુનું બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવ્યું છે
રાધારમણ દાસે હેશટેગ FreeISKCONMonks Bangladesh સાથે એક પોસ્ટ લખીને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ચિન્મય પ્રભુ બાંગ્લાદેશ સમિષ્ઠ સનાતની જાગરણ જોટના પ્રવક્તા હતા. સોમવારે ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તેઓ એક રેલી કરવા માટે ચટગાંવ જઈ રહ્યા હતા. ચિત્તગોંગની છઠ્ઠી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ચિન્મય પ્રભુને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને તેને જેલમાં મોકલી આપ્યા હતા.
શા માટે અને ક્યાંથી શરૂ થયો વિવાદ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાંગ્લાદેશ સમિત સનાતની જાગરણ જોટના પ્રવક્તા ચિન્મય પ્રભુએ ઓક્ટોબર 2024માં ચિત્તાગોંગમાં ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. તેણે બાંગ્લાદેશી ધ્વજ ફરકાવવાની ના પાડી. આને દેશના ધ્વજનું અપમાન માનવામાં આવતું હતું. બાંગ્લાદેશી સત્તાવાળાઓએ ચિન્મય પ્રભુ પર રાજદ્રોહનો આરોપ લગાવ્યો અને તેમની ધરપકડ કરવામાં આવી. આ ધરપકડના વિરોધમાં બાંગ્લાદેશી હિન્દુઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધમાં હંગામો મચાવ્યો હતો.
દરમિયાન ચિન્મયને કોર્ટમાં રજૂ કરી જેલમાં મોકલી આપ્યા હતા. તેના વિરોધમાં કોર્ટમાં હિંસા ફાટી નીકળી હતી. હિંસામાં 32 વર્ષીય વકીલ સૈફુલ ઈસ્લામ અલીફનું મોત થયું હતું. બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ વકીલના મૃત્યુ માટે ચિન્મયના સમર્થકોને જવાબદાર ઠેરવ્યા હતા. આ પછી ઈસ્કોન મંદિર બંધ થઈ ગયું. ચિન્મયને તમામ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. કટ્ટરવાદીઓએ હિંદુ મંદિરો પર હુમલા કર્યા. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.