• વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કમિટીની રચના કરી
  • બાંગ્લાદેશમાં હિંસા રોકાવાનું કોઈ કાળે નામ નથી લઈ રહી
  • બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં બીએનપી હેડ કવાર્ટર સામે વિરોધ પ્રદર્શન 

પાડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા એક અઠવાડિયાથી જે પ્રકારની હિંસા, હત્યા અને આગચંપીનો માહોલ છે એ જોતા ભારતની નજર આની પર સતત છે.  બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પછી હિંદુ અને બીજા લઘુમતી સમુદાય અસામાજિક તત્વોના ટાર્ગેટ પર છે. હિંસકી ટોળાએ હિંદુઓના ઘરો અને ધાર્મિક સ્થળોને પણ નથી છોડયા. 
 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એક પોસ્ટ મૂકી છે. આમાં કહ્યું છે કે, આ સમિતિ બાંગ્લાદેશમાં પોતાની સમકક્ષ અધિકારીઓની સાથે સંવાદ રાખશે. જેથી ત્યાં રહેતા ભારતીય નાગરિકો, હિંદુઓ અને બીજા લઘુમતીઓની સુરક્ષા નક્કી કરાઈ શકે.

કમિટીમાં કોણ-કોણ અધિકારીનો સમાવેશ
બીએસએફના પૂર્વ કમાન્ડના એડીઝી આ સમિતિની અધ્યક્ષતા કરશે. આ ઉપરાંત આઈજી, બીએસએફ ફ્રન્ટિયર, આઈજી બીએસએફ ફ્રન્ટિયર ત્રિપુરા, એલપીઆઈના સચિવ આ કમિટીના સભ્ય હશે.

હિંદુઓ પર અત્યાચારોને લઈ યુનો પણ ચિંતિત
બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતા હુમલાઓને લઈ યુનોએ પણ મોટું નિવેદન આપ્યું છે. યુનોના મહાસચિવના પ્રવક્તાએ કહ્યું કે તેઓ જાતિના આધાર પર થતા હુમલા અથવા હિંસા વિરુદ્ધ છે. બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસા પર કાબૂ મેળવવા કહેવાયું છે. શેખ હસીનાના પદથી રાજીનામું આપવા અને દેશ છોડયા પછી હિંસામાં ઘણા મંદિરો, ઘર, દુકાનોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી છે. અવામી લીગ સાથે સંકળાયેલા ઘણા હિંદુ નેતાઓની હત્યા પણ કરી દેવામાં આવી છે.
  • Follow us on: