- બાંગ્લાદેશમાં પોલીસ સિસ્ટમ ફરી ટ્રેક પર આવતી જણાઈ
- વચગાળાની સરકારે આપેલા આશ્વાસન બાદ પોલીસકર્મીઓએ હડતાળ પાછી ખેંચી
- બાંગ્લાદેશની વચગાલાની સરકારે જણાવ્યું કે, દોષિતોને કોઈ કાળે નહિ છોડાય
બાંગ્લાદેશમાં પોલીસ અધિકારી વચગાળાની સરકાર તરફથી તેઓની મોટાભાગની માંગણીઓને પૂરી કરવાનું આશ્વાસન આપ્યા પછી હડતાળ સમામ્ત કરવા રાજી થયા છે. બાંગ્લાદેશ પોલીસ કર્મચારી સંઘે નોકરીમાં વિવાદિત અનામત સિસ્ટમને લઈ શેખ હસીના સરકાર વિરુદ્ધ વ્યાપક પ્રદર્શનો દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક ઝપાઝપી પછી છ ઓગસ્ટે હડતાળની જાહેરાત કરી હતી. હિંસાને લીધે હસીનાની અવામી લીગ આગેવાની ધરાવચી સરકારનું પતન થયું છે અને હસીના દેશ છોડી ભારતમાં શરણ લઈને રહી રહ્યા છે. સરકારના પતન પછી ડરને લીધે ઘણા પોલીસકર્મીઓ કામ પર નથી આવ્યા અને કેટલાક પોલીસકર્મીઓ સાદા કપડામાં પોતાના પોલીસ સ્ટેશનમાં ગયા હતા.
પોલીસકર્મીઓની માંગણીઓ પૂર્ણ થશે?
મળતી માહિતી અનુસાર, હડતાળ પર ઉતરેલા પોલીસકર્મીઓના પ્રતિનિધિઓએ વચગાળાની સરકાર સાથે રવિવારે સાંજે એક બેઠક યોજી હતી. ત્યારબાદ હડતાળ પરત લેવાની માંગ કરી હતી. પોલીસની 11 સૂત્રી માંગણીઓમાંથી મોટાભાગની માંગનો સ્વીકાર કરાયો છે. બધા સોમવારથી પોતાના કામે પરત ફરશે. આઈજીપી દ્વારા રચેલી તપાસ સમિતિના સભ્યએ જણાવ્યું કે સોમવારથી રાબેતા મુજબ યુનિફોર્મ પહેરી ફરજ પર પાછા ફરીશું.
દોષિતોને કોઈ કાળે નહિ છોડાય
બાંગ્લાદેશમાં વચગાળાની સરકારમાં ગૃહ મામલાના વચગાળાના સલાહકારે જણાવ્યું કે, જે લોકોને વધુ બળ પ્રયોગનો આદેશ આપ્યો તેઓને ટોચના નેતાઓ સાથે સંબંધ હતો. અને કોઈપણ દોષિત અને આરોપીઓને નહીં છોડાય. એક અધિકારીએ જણાવ્યું કે, જલ્દીથી જલ્દી બાંગ્લાદેશ પોલીસનો યુનિફોર્મ અને લોગો બદલામાં આવશે. આ ઉપરાંત પોલીસ સંસ્થાનો પર હુમલા માટે જવાબદાર લોકોને સજા આપવાની માંગ કરી છે. મૃતક અધિકારીઓના પરિવારો માટે વળતર અને પોલીસ ભરતીમાં પારદર્શિતા સહિત ઘણી માંગ પણ કરાઈ છે.
કેટલા પોલીસકર્મીના મોત થયા ?
નવ નિયુક્ત પોલીસ આઈજીપી મોહમ્મદ મેનુલે કહ્યું કે તાજેતરની હિંસક ઝપાઝપીમાં પોલીસ દળના ઓછામાં ઓછા 42 સભ્યોના મોત થયા અને સેંકડો ઈજાગ્રસ્ત થયા છે. તેમને વધુમાં જણાવ્યું કે, 500 કરતાં વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે અને તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. 24થી વધુ પોલીસકર્મીઓ હજી સારવાર હેઠળ છે.
કેટલા લોકોનાં મોત થયા?
બાંગ્લાદેશમાં ગત અઠવાડિયે શેખ હસીના સરકારના પતન પછી થયેલી હિંસાની ઘટનાઓમાં 230થી વધુ લોકોનાં મોત થયા છે. બધુ મળીને જુલાઈ મધ્યથી શરૂ થયેલા અનામત વિરોધી પ્રદર્શનમાં અત્યાર સુધી કુલ લોકોનાં મરણનો આંકડો વધીને 560 થયો છે.
