- સાંસદ મુર્તઝાના ઘરને પ્રદર્શનકારીઓએ આગ લગાવી
- વિદ્યાર્થીઓના આંદોલન અંગે ચૂપ રહેવા બદલ ક્રિકેટર પર ગુસ્સો
- ઢાકામાં ચીફ જસ્ટિસના ઘરમાં પણ કરાઇ લૂંટ
તોડફોડ અને આગચંપીના સતત આવતા સમાચાર સતત આવી રહ્યા છે. બાંગ્લાદેશમાં હાલમાં પ્રદર્શનકારીઓનો ગુસ્સો સાતમા આસમાને છે. અહીં પોલીસ વ્યવસ્થાની વાત કરીએ તો તે સંપૂર્ણપણ નાકામ જોવા મળી રહી છે. રસ્તા પર ન પોલીસ દેખાય છે, ન બોર્ડર ગાર્ડના જવાનો. બાંગ્લાદેશના રસ્તાઓ પર માત્ર સેનાના જવાનો તૈનાત છે. ભીડનો ગુસ્સો એટલો છે કે સેનાના જવાનોની સંખ્યા ભીડને કાબુમાં કરી શકે તેવી નથી.
ક્યાં ક્યાં બની મોટી ઘટનાઓ
પ્રદર્શનકારીઓએ ઢાકામાં ચીફ જસ્ટિસના ઘરમાં પણ લૂંટ ચલાવી છે. આ સિવાય તેઓએ બાંગ્લાદેશના ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાનના ઘરને આગચંપીમાં ફેરવ્યું છે. શેખ મુજીબુર રહમાનના નિવાસમાં પણ તોડફોડ કરાઇ છે અને સાાથે જ બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુરના પૂતળાઓ તોડી પડાયા હતા. અલગ અલગ શહેરમાં પૂતળાઓની તોડફોડની ઘટનાઓ સામે આવી છે.
સાંસદ મુર્તઝા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો
વિરોધીઓએ શાસક અવામી લીગ પાર્ટીના સાંસદ મુર્તઝા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. આ ઘટના પછી જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં દેખાવકારો દ્વારા તેમના ઘરની તોડફોડ અને આગ લગાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મુર્તઝાએ અલગ-અલગ ફોર્મેટમાં 117 મેચોમાં બાંગ્લાદેશની કેપ્ટનશિપ કરી હતી, જે તેના દેશ માટે સૌથી વધુ છે. નિવૃત્તિ પછી તેમણે 2018 માં તેમની રાજકીય ઇનિંગ્સ શરૂ કરી અને શેખ હસીનાના નેતૃત્વવાળી અવામી લીગમાં જોડાયા. તેઓ નરેલ-2 બેઠક પરથી સાંસદ તરીકે જીત્યા હતા.
ચીફ જસ્ટિસના ઘરમાં લૂંટફાટ
પ્રદર્શનકારીઓ દ્વારા મુખ્ય ન્યાયાધીશના ઘરની લૂંટ કરાઈ. બાંગ્લાદેશનું પોલીસ તંત્ર સાવ પડી ભાંગ્યું છે, રસ્તાઓ પર પોલીસ નથી. બાંગ્લાદેશ સરહદ રક્ષક સૈનિકોને પણ પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને તેઓ ફરજ પર નથી. બાંગ્લાદેશના રસ્તાઓ પર માત્ર સેનાના જવાનો જ તૈનાત છે, પરંતુ તેમની સંખ્યા ઓછી છે.
બંગબંધુ ભવનમાં તોડફોડ અને આગચંપી
બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનના સત્તાવાર નિવાસસ્થાન 'બંગબંધુ ભવન'માં તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાવવામાં આવી હતી.









