- બાંગ્લાદેશમાં અનામત વિરોધી પ્રદર્શન વધુ આકરું બન્યું
- તાજેતરમાં પણ બાંગ્લાદેશમાં અનામત વિરોધમાં થયેલી હિંસામાં 150 લોકોનાં મોત થયા હતા
- બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છતાં પ્રદર્શનકારીઓ બેફામ
પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી હિંસામાં વધારો થયો છે. અનામત વિરોધી શરૂ થયેલા વિરોધ પ્રદર્શનમાં હવે હિંસાનો સમાવેશ થયો છે. પ્રદર્શનકારીઓ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ લઈ માર્ગો પર ઉતરી પડયા છે. સત્તાપક્ષ અને પ્રદર્શનકારીઓ વચ્ચે આજે રવિવારે ભીષણ હિંસક ઝપાઝપી જોવા મળી હતી. આ દરમિયાન 27 લોકોનાં મોત થયા હતા. જ્યારે 12થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. જેથી ફરી કર્ફયૂ લાદી દેવામાં આવ્યો છે.
https://twitter.com/Barong369/status/1820043173084762500
મળતી માહિતી અનુસાર, મૃતકોની ઓળખાણનો ખુલાસો નથી કરવામાં આવ્યો. વિરોધ પ્રદર્શન કરતા લોકોએ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ અને અનામતમાં સુધારને લઈ મૃતકોના ન્યાની માંગ કરતા સૂત્રોચ્ચાર કર્યો હતો. પ્રદર્શનકારીઓએ અસહયોગ આંદોલનના પ્રથમ દિવસે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આવેલી લેબ ચાર રસ્તા પર એકઠા થયા અને તેઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો. વિરોધ પ્રદર્શનના સંયોજકે ઢાકાની સાયન્સ લેબ, ધાનમંડી, મોહમ્મદપુર, મીરપુર-10, રામપુરા, તેજગાંવ, પંથપથ., જતરાબાડી અને ઉત્તરામાં પણ વિરોધ પ્રદર્શન કરી રેલીઓ યોજી હતી.
ટોળાએ વાહનોને આગમાં ધકેલ્યા
મળતી માહિતી અનુસાર, રવિવારે બંગબંધુ શેખ મુજીબ મેડિકલ યુનિવર્સિટીમાં અજાણ્યા લોકોએ સેંકડો વાહનોને આગચંપી કરી હતી. આટલું ઓછું હોય તેમ લાઠી-ડંડા લઈ લોકોએ હોસ્પિટલ સંકુલમાં ખાનગી કાર, બાઈક, સાયકલ, એમ્બ્યુલન્સ તેમજ બસોમાં તોડફોડ કરતા જોવા મળ્યા હતા. જેમાં દર્દીઓ, તબીબો અને અન્ય કર્મચારીઓમાં ભય ફેલાયો હતો.