• અનામતની આગે બાંગ્લાદેશમાં અરાજકતા ફેલાવી
  • વડાપ્રધાન પદ પરથી શેખ હસીનાનું રાજીનામું
  • બાંગ્લાદેશમાં સૈન્ય વડાએ વચગાળાની સરકારની જાહેરાત કરી

શું બાંગ્લાદેશમાં હિંસા પાછળ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનો હાથ છે? છાત્ર શિવિર નામના વિદ્યાર્થી સંગઠને હિંસાને ભડકાવવાનું કામ કર્યું છે. આ વિદ્યાર્થી સંગઠને બાંગ્લાદેશમાં પ્રતિબંધિત સંગઠન જમાત-ઐ-ઈસ્લામીની શાખા છે. એવું કહેવાય છે કે, જમાત-ઐ-ઈસ્લામીને પાકિસ્તાનની આઈએસઆઈનો ટેકો મળેલો છે.

પાડોશી દેશ બાંગ્લાદેશમાં આખરે એવું શું થયું કે શાંતિપૂર્ણ રીતે ચાલતું વિદ્યાર્થીઓનું પ્રદર્શન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું? આ આંદોલન વડાપ્રધાન શેખ હસીનાની સત્તાધારી અવામી લીગ માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. આ દરમિયાન શેખ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામું આપીને સૈન્ય હેલિકોપ્ટરથી દેશ છોડી દીધો છે.
 

વિરોધ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણમાં 300 લોકોનાં મોત
રવિવારે બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપીમાં 300 લોકોનાં મોત થઈ ગયા હતા. બાંગ્લાદેશમાં વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું છે. વિવાદિત અનામત સિસ્ટમ સમાપ્ત કરવાની માંગ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં વર્ષ-1971માં આઝાદીની લડાઈ લડેલા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે 30 ટકા સરકારી નોકરીમાં અનામત અપાયું છે.

બાંગ્લાદેશમાં આ રીતે ફાટી નીકળી હિંસા
વિરોધ પ્રદર્શનકારીઓનો તર્ક છે કે હાલની અનામતના નિયમોનો ફાયદો શેખ હસીનાની પાર્ટી અવામી લીગ સાથે સંકળાયેલા લોકોને મળી રહ્યો છે. આને લઈ પ્રદર્શનકારીઓએ શેખ હસીના સરકાર પ્રત્યે અસંતોષ છે. સરકારે બાંગ્લાદેશમાં સ્કૂલ, કોલેજને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ સરકારે દેશમાં ફેલાયેલી અશાંતિને કાબૂ કરવા નિષ્ફળ રહી ત્યારે અનામતને લઈ સુપ્રીમે આપેલા નિર્ણય પર પ્રદર્શનકારીઓને અસંતોષ હતો. આ તરફ સૈન્ય પ્રમુખે પ્રદર્શનકારીઓને સમર્થન આપ્યું અને આ કારણથી દેશમાં હિંસા વધી ફાટી નીકળી હતી. 

હિંસા પાછળ પાકિસ્તાનનો હાથ છે?
હવે સવાલ એ છે કે શું બાંગ્લાદેશમાં હિંસાની પાછળ પાકિસ્તાની સેના અને આઈએસઆઈનો હાથ છે. આ બાજું બાંગ્લાદેશ સરકાર આ બાબતની તપાસ કરી રહી છે કે હાલની સ્થિતિમાં આઈએસઆઈએ પણ હસ્તક્ષેપ કરવો જોઈએ.
 
  • Follow us on: